BREAKING NEWS

જામનગર : ધ્રોલ પંથકમાંથી ત્રણ યુવતિઓ ભેદી રીતે લાપત્તા

  • October 07, 2025 04:54 PM 


જામનગર જીલ્લાના ધ્રોલ પંથકમાં અલગ અલગ તારીખ અને સમય દરમ્યાન ૩ યુવતિઓ ગુમ થયાની પોલીસમાં જાણ કરવામાં આવી છે જેના આધારે તપાસ ચલાવવામાં આવી રહી છે, જેમાં ધ્રોલમાં રહેતી ૧૯ વર્ષ ની યુવતી, લતીપરની ૧૮ વર્ષની યુવતી અને નાના ગરેડીયા ગામની ૨૨ વર્ષની યુવતિ ગુમ થતા ધ્રોલ  પોલીસમાં ગુમ થવા અંગેની નોંધ કરાવવામાં આવતા પોલીસ દ્વારા શોધખોળ ચલાવવામાં આવી રહી છે.


ધ્રોલમાં ફૂલવાડી રોડ, ખાટકી વાસ  વિસ્તાર માં રહેતી અલજીનાબાનુ રજાકભાઈ કોચલીયા નામની ૧૯ વર્ષની યુવતી ગત તા. ૧૧/૮/૨૫ ના બપોરના પોતાના ઘરેથી નીકળ્યા પછી આજ સુધી  પરત ફરી નથી આ અંગે તેણીના માતાએ પોલીસમાં જાણ કરી છે.જેથી એ એસ આઈ .ડી.જે ગાગિયા એ તપાસ શરૂ કરી છે.


તાલુકાના લતીપર ગામના રહેતી દક્ષાબેન ચંદુભાઈ સરવૈયા નામની ૧૮ વર્ષ ની યુવતી ગત તા.૩૦/૯/૨૫ ના  રાત્રે ૮:૩૦  વાગ્યે પોતા ના ઘરે થી નીકળ્યા પછી આજ દિવસ સુધી પરત ફરી નથી. આથી તેણી ના પિતા ચંદુભાઈ જેરામભાઈ સરવૈયા એ ધ્રોલ પોલીસ માં ગુમ નોંધ  કરાવતા પોલીસ  હેડ કોન્સ્ટેબલ જે કે દલસાણીયા એ તપાસ હાથ ધરી છે.

​​​​​​​

ધ્રોલ તાલુકા ના નાના ગરેડીયા ગામ માં રહેતી તૃષાબેન અમરસીભાઈ શિયાર નામની ૨૨ વર્ષ ની યુવતી ગત તારીખ ૨૩/૯/૨૫ ના સવારે પોતાના ઘરે થી નીકળ્યા પછી આજ દિવસ સુધી ઘરે પરત નહી પડતા અને તેણીની સગા સંબંધીઓ ને ત્યાં શોધ કરવા છતાં પણ પતો નહીં લાગતા આખરે તેણીના ભાઈ સુખદેવ સીયાર એ પોલીસ માં ગુમ નોંધ કરાવી છે. આ બનાવવા અંગે પોલીસ હેડ કોન્સ્ટેબલ જે કે દલસાણીયા તપાસ હાથ ધરી છે. આ યુવતી બાબતે કોઈને  જાણકારી મળે તો ધ્રોલ પોલીસ ને જાણ કરવા અનુરોધ કરાયો છે.


ધ્રોલ તાલુકાના અલગ અલગ વિસ્તારોમાંથી ત્રણ યુવતિઓ ગુમ થતા પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે, ગુમ થનાર યુવતિઓ ઘરેથી નીકળ્યા બાદ મોડે સુધી પરત નહીં આવતા અને પરિવારજનો દ્વારા શોધખોળ કરાતા પતો લાગ્યો ન હતો, આખરે પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો.


પોલીસ દ્વારા જાહેર થયેલી વિગતોના આધારે અલગ અલગ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે, બીજી બાજુ યુવતિઓ ગુમ થવાના કારણે પરિવારોમાં ચિંતાની લાગણી જન્મી છે, પોલીસ દ્વારા યુવતિઓના પરિવારજનોએ આપેલા વર્ણન અને અન્ય વિગતો સબંધે પણ તપાસની કાર્યવાહી ચલાવવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application