રૂ. 60,000 નો દંડ ફટકારતી ખંભાળિયાની એડિશનલ સેશન્સ અદાલત
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં આજથી આશરે છ વર્ષ પૂર્વે જુદા જુદા બે ટ્રકોમાં અનધિકૃત રીતે લઈ જવાતા બેલા પથ્થર (ખનીજ)ની ચોરીના ગુનામાં ખંભાળિયાની એડિશનલ સેશન્સ અદાલત દ્વારા આરોપીઓને ત્રણ વર્ષની સખત કેદની સજા તેમજ રૂપિયા 60 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે.
આ સમગ્ર પ્રકરણની વિગત એવી છે કે ભાણવડ તાલુકાના ઘુમલી-મોખાણા રોડ પર ગત તારીખ 10 મે 2019 ના રોજ માઇન્સ સુપરવાઇઝર કે.પી. ભાટિયા દ્વારા તેમની ટીમ સાથે કરવામાં આવેલી વાહનોની તપાસમાં અહીંથી પસાર થતાં જી.જે. 11 વાય. 9907 અને જી.જે. 10 એક્સ. 6177 નંબરના બે ટ્રક ને ઝડપી લેવામાં આવ્યા હતા. આ ટ્રકોમાં બિનઅધિકૃત રીતે બિલ્ડિંગ લાઈમ સ્ટોન (બેલા પથ્થર) લઈ જવાતા હોવાનું ખુલવા પામ્યું હતું.
આથી આ પ્રકરણમાં 9907 નંબરના વાહનમાંથી તેના માલિક જેઠા લખમણ કોડિયાતર (રહે. પાછતર, તા. ભાણવડ) તેમજ ચાલક બાબુ જેતા મોરી દ્વારા 25 મેટ્રિક ટનના 800 નંગ બિલ્ડીંગ લાઈન સ્ટોન અનઅધિકૃત રીતે લઈ જવાતા હોવાથી આ પ્રકરણમાં રૂપિયા સવા લાખની કિંમતના આ બેલા પથ્થર તેમજ પર્યાવરણને થયેલી નુકસાની મળી, રૂ. 2.28 લાખની ખનીજ ચોરી કરાયેલું જાહેર થયું હતું.
આ સાથે અન્ય વાહન નંબર 6177 ના માલિક ક્રિપાલસિંહ જાડેજા (રહે. પટેલ સમાજ પાસે, ભાણવડ) તેમજ ચાલક રાડા ગોગન ખીમા દ્વારા પણ તેના વાહનમાં 800 નંગ બિલ્ડીંગ લાઈમ સ્ટોન લઈ જવાતા આ પ્રકરણમાં પણ કુલ રૂપિયા 2.28 લાખની ખનીજ ચોરી થયાનું જાહેર થયું હતું.
આ અંગે ઉપરોક્ત તમામ આસામીઓ સામે ભાણવડ પોલીસ મથકમાં જે-તે સમયે આઈ.પી.સી. કલમ તેમજ માઈન્સ એન્ડ મિનરલ એક્ટ વિગેરે હેઠળ ધોરણસર ફરિયાદ નોંધાઈ હતી.
જે અંગેનો કેસ ખંભાળિયાની નામદાર એડિશનલ સેશન્સ અને સ્પેશિયલ કોર્ટના ચાલી જતા જજ શ્રી એસ.જી. મનસુરી સમક્ષ ફરિયાદી મામલતદાર (માઈન્સ સુપરવાઇઝર ઇન્ચાર્જ) તેમજ ભાણવડના મામલતદાર દ્વારા તપાસમાં આપેલી વિગતવારની જુબાની તેમજ સાક્ષીઓના નિવેદન, રોજકામ, કબજે કરેલા મુદ્દામાલ વિગેરે સાથે જિલ્લા સરકારી વકીલ એલ.આર. ચાવડા દ્વારા કરવામાં આવેલી દલીલોને ગ્રાહ્ય રાખી એડિશનલ જજ શ્રી એસ.જી. મનસુરી દ્વારા તમામ આરોપીઓને ત્રણ વર્ષની સખત કેદ તેમજ દરેક આરોપીઓને રૂ. 15 હજાર મળી, કુલ રૂપિયા 60 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકચ્છમાં રાત્રે ભૂકંપનો જોરદાર આંચકો, 5.0ની તીવ્રતાથી ધરા ધ્રુજી
April 23, 2025 12:24 AMપહલગામ હુમલા બાદ આજે રાત્રે જ સાઉદી અરબથી દિલ્હી પરત ફરી રહ્યા છે PM મોદી
April 23, 2025 12:15 AMગુજરાત હાઇકોર્ટનો મોટો નિર્ણય: રાજ્યના 70 ન્યાયાધીશોને પ્રમોશન અને બદલી, 28 એપ્રિલથી અમલ
April 23, 2025 12:05 AMપહલગામ આતંકવાદી હુમલામાં ગુજરાતી પ્રવાસીનું મોત, પરિવાર સુરક્ષિત
April 22, 2025 10:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech