BREAKING NEWS

જૂનાગઢ વિલિંગ્ડન ડેમની ઓવરફલો કુંડીમાં ડૂબી જવાથી ત્રણ શ્રમિકના મૃત્યુ

  • May 09, 2026 10:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મૂળ ઉત્તરપ્રદેશના અને હાલ જૂનાગઢમાં રહેતા યુવાન અને તણ સહિત સાત મિત્રો ગઇકાલે વિલિંગ્ડન ડેમ ખાતે ટહેલવા ગયા હતા.યાં ગરમીમાં ડેમની કુંડીમાં પાણી જોઈ આ યુવાન અને તણ ન્હાવા પડા હતા.જેમાથી બે તણ અને એક યુવાન ઉંડા પાણીમાં ગરક થઈ ગયા હતા યારે ચાર યુવાન નીકળી ગયા હતા.ફાયરબ્રિગેડના સ્ટાફે પહોંચી શોધખોળ હાથ ધરી હતી પરંતુ ત્રણેયના મૃતદેહ જ મળી આવ્યા હતા.આ બનાવથી ગમગીની વ્યાપી ગઈ હતી.
આ અંગેની વધુ વિગત મુજબ મૂળ ઉત્તરપ્રદેશના બહરાઇચ જિલ્લ ાના નંદબારાના અને હાલ જૂનાગઢના નરસિંહ મહેતા ચોરા પાસે રહેતા અને મજુરી કામ કરતા શિવમ ભારતીદિન શાહ (ઉ.વ.૨૨)હસનેન જીલાની શેખ (ઉ.વ.૧૬) અને કલામ અલીમુદીન શેખ (ઉ.વ.૧૬) અને અન્ય ચાર મિત્રો ગઈકાલે  બપોરે વિલીંગડન ડેમ બાજુ ટહેલવા માટે ગયા હતા.યુવાનો ગરમી હોવાથી ડેમ યાંથી ઓવરલો થાય છે એ કુંડીમાં રહેલા પાણીને જોઈ તેમાં ન્હાવા પડા હતા.સાતેય મિત્રો ન્હાવા પડા બાદ બે તણ અને એક યુવાન ડૂબવા લાગ્યા હતા.યારે ચાર યુવાન બહાર નીકળી ગયા હતા.બહાર નીકળી ગયેલા યુવાનોએ જાણ કરતા સ્થાનિક લોકો તેમજ ફાયરબ્રિગેડ અને પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
મનપાના ફાયરબ્રિગેડ અધીકારી વિશાલ ટીંબડીયા સહિતના સ્ટાફે પહોંચી વીસ મિનીટ શોધખોળ કરી હતી.જેમાં શિવમ (ઉ.વ.૧૮)હત્પસેન શેખ, અને કલામુદ્દીન શેખના મૃતદેહ જ મળી આવ્યા હતા.જેને પી.એમ.માં ખસેડવામાં આવ્યા હતા.મજુરી કામ કરવા આવેલા યુ.પી.ના એક યુવાન અને બે તણના ડૂબી જવાની ઘટનાથી ગમગીની વ્યાપી ગઈ હતી.તેમના પરિવારજનોને જાણ થતાં તેઓ હતપ્રભ બની ગયા હતા.આ અંગે પોલીસે એ.ડી.નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application