જામનગર અને ધ્રોલમાં શરાબની બોટલો અને ચપટા સાથે ત્રણ ઝડપાયા

  • March 02, 2021 09:47 AM 

બે સ્થળે પોલીસે દરોડા પાડી મુદ્દામાલ કબજે કર્યો

જામનગરના પટેલ કોલોની છના છેડેથી એક શખ્સને અંગ્રેજી શરાબના 42 ચપટા સાથે દબોચી લીધો હતો જ્યારે ધ્રોલ માર્કેટીંગ યાર્ડ પાસે બે શખ્સો ઈંગ્લીશ દારૂની ૩ બોટલ સાથે પોલીસની ઝપટમાં આવ્યા હતા.

જામનગરના રામેશ્વર નગર વિસ્તારમાં આવેલ નિર્મલ નગર શેરી નંબર 2 માં રહેતા ધર્મેન્દ્રસિંહ ગોવુભાજાડેજા ઉમર વર્ષ 36 નામના શખ્સને અંગ્રેજી શરાબના 42 ચપટા લઈને પટેલ કોલોની શેરી નંબર છ ના છેડે નીકળતા સીટી પોલીસે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

અન્ય એક દરોડામાં જામનગરના નવાગામ ઘેડમાં ચોક ખાતે રહેતા હસમુખ વલ્લભ મકવાણા અને દીપક રવજી મકવાણા નામના બે શખ્સોને અંગ્રેજી શરાબની ત્રણ બોટલો લઇને ધ્રોલના માર્કેટિંગ યાર્ડ પાસેથી નીકળતા સ્થાનિક પોલીસે પકડી પાડીને ધોરણસરની કાર્યવાહી કરી હતી અને દારૂની બોટલો અંગે બંનેની પૂછપરછ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS