જામનગરમાં શરાબની બોટલો સાથે ત્રણ ઝડપાયા

  • July 06, 2021 11:00 AM 

નાગનાથ અને સમર્પણ સર્કલ પાસે પોલીસ પ્રગટી

જામનગરના નાગનાથ સર્કલ સ્મશાન પાસેથી જાહેરમાં શરાબની બોટલ સાથે એક શખ્સને પોલીસે પકડી લીધો હતો, જ્યારે બે શખ્સને શરાબ સાથે સમર્પણ સર્કલ પાસેથી પકડી લીધા હતા.

જામનગરના ગુલાબનગર વિસ્તારમાં આવેલ સત્ય સાઈ નગર બ્લોક નંબર 267 /3 ખાતે રહેતા અને મૂળ અમદાવાદના મણિનગર ખોખરા બ્રિજ પાસે હરિઓમ નગરના વતની અજય ગોવિંદ શ્રીવાસ્તવ ઉંમર 28 નામના શખ્સને ઈંગ્લીશ દારૂની એક બોટલ સાથે નાગેશ્વર સર્કલ પાસેથી પોલીસે પકડી લીધો હતો.

જામ ખંભાળિયાના લલીયા ગામ વાડી વિસ્તારમાં રહેતો રમેશ ઉર્ફે રાહુલ ગોપાલ ધારાણી ઉંમર ૨૮ અને લાલપુર રોડ શક્તિ નગર ખાતે રહેતો રવિ ઉર્ફે તેજસ અશોક ઘેડિયા ઉમર ૨૨ નામના બે શખ્સોને અટીકા કારમાં ગેરકાયદે ભારતીય બનાવટની દારૂની બોટલ લઈને નીકળતા સમર્પણ સર્કલ તરફ જવાના રોડ પરથી પોલીસે પકડી લીધા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS