લાલપુરના ગલા સીમમાં શરાબના જંગી જથ્થા સાથે ત્રણ પકડાયા

  • June 16, 2021 10:44 AM 

એક ફરાર: 420 બૉટલ, બૉલેરો અને રીક્ષા મળી કુલ 5.43 લાખનો મુદ્દામાલ કબજે: રંગમતીના કાંઠે દારુ મળ્યો: જોડિયા નજીક 11 બૉટલ સાથે એક ઝબ્બે

લાલપુરના ગલ્લા ગામના પાટિયા પાસે મુળરાજસિંહની માલિકીની વાડી જે મહંમદ હબીબના ભોગવટામાં હોય વાડીમાં શરાબનો જથ્થો હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે દરોડો પાડીને અંગ્રેજી દારુની 420 બૉટલ, બૉલેરો પીકઅપ વાહન, રીક્ષા, મોબાઈલ મળી કુલ 5.43 લાખના મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી લીધાં હતાં. જ્યારે જામનગર રંગમતીના કાંઠેથી દારુની બૉટલ કબજે કરાઈ હતી, આરોપી ફરાર થઈ ગયો હતો. મોરાણા પાટિયા પાસે દારુની 11 બૉટલ સાથે એકને દબોચી લીધો હતો.

જાણવા મળતી વિગતો મુજબ લાલપુરના ગલા ગામના પાટિયા પાસે કબજાના ભોગવટાવાળી વાડીમાં દારુનો જથ્થો હોવાની વિગતો મળતાં લાલપુરના પીએસઆઈ વાઢેર અને ટીમ દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દરમિયાનમાં જામનગરના કાલાવડ નાકા બહાર રબાની પાર્ક-4માં રહેતાં મોહસીન મહંમદ હનીફ સોનેજા, જામનગરના કિશાન ચોક પાણીના ટાંકા પાસે રહેતાં શબ્બીર ઉર્ફે શબલો ઈબ્રાહીમ કાંબલિયા અને લાલપુરના ગલા સીમમાં વાડીએ રહેતાં મહંમદ હબીબ ધુંધા અને જામનગર 58-દિ.પ્લોટ  ટાંકા પાસે રહેતાં દીપક સરગમ નામના શખસો સામે પ્રોહિ. મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

દરોડા દરમિયાન ઈંગ્લીશ દારુની 420 બૉટલ (કિ.રુ.2.10 લાખ)નો મુદ્દામાલ તથા બૉલેરો પીકઅપ વાન જીજે-10-ટીએકસ-1615 અને ઓટો રીક્ષા નં.જીજે-12-બીયુ-4158 તથા બે મોબાઈલ મળી કુલ 543500ના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીને પકડી લીધાં હતાં, જ્યારે દીપક નામનો શખસ ફરાર થઈ ગયો હતો. ઉપરોકત ચાર આરોપી ઉપરાંત તપાસમાં જે ખૂલે એ અંગે કાર્યવાહી આગળ ધપાવવામાં આવી છે.

આ ઉપરાંત જામનગરના કિશન મનસુખ કોળી નામનો શખસ રંગમતી નદીના કાંઠે કબ્રસ્તાન પાસે દારુ લઈને નીકળ્યો છે એવી હકીકતના આધારે ગુલાબનગર ચોકી દ્વારા દરોડો પાડતાં ત્રણ બૉટલ શરાબની મળી આવી હતી અને આરોપી નાશી છૂટ્યો હતો.

જોડિયાના તારાણા ગામે રહેતો રાજદીપસિંહ વિક્રમસિંહ જાડેજા (ઉ.વ.25) નામના શખસને અંગ્રેજી શરાબની 11 બૉટલ સાથે મોરાણા પાટિયા પાસેથી જોડિયા પોલીસે પકડી લીધો હતો અને દારુના જથ્થા અંગે પૂછપરછ કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS