જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં ત્રણ આતંકવાદીઓને ઢાળી દેવાયા

  • April 12, 2025 11:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં સુરક્ષા દળોએ આતંકવાદીઓ સામે મોટી કાર્યવાહી કરી. 9 એપ્રિલથી શરૂ થયેલા આ સંયુક્ત ઓપરેશનમાં 3 આતંકવાદીઓ માર્યા ગયા છે. જેમાં શુક્રવારે મોડી રાત્રે 2 આતંકવાદીઓને અને આજે સવારે 1 આતંકવાદીને મારી નાખવામાં આવ્યો હતો. એનકાઉન્ટરમાં એક જવાન પણ શહીદ થાય હોવાનું જાણવા મળે છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, માર્યા ગયેલા આતંકવાદીઓમાં જૈશનો એક ટોચનો કમાન્ડર પણ સામેલ છે. આ ત્રણેય પર 5 લાખ રૂપિયાનું ઈનામ હતું. જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના ચતરુ જંગલ વિસ્તારમાં આ કાર્યવાહી ચાલી રહી છે. સેના અને અન્ય સુરક્ષા દળોએ સંયુક્ત રીતે આ કાર્યવાહી કરી. હેલિકોપ્ટર અને ડ્રોન પણ તૈનાત કરવામાં આવ્યા હતા

આ ઓપરેશનમાં સેનાના 2,5 અને 9 પેરા કમાન્ડો, સીઆરપીએફ અને જમ્મુ અને કાશ્મીર પોલીસ સામેલ હતી. ગાઢ જંગલોનો લાભ લઈને, આતંકવાદીઓ ઘણીવાર ઘૂસણખોરી અને હુમલો કરવાનો પ્રયાસ કરે છે. તેથી આ ઝુંબેશ ફક્ત ગાઢ જંગલોમાં જ હાથ ધરવામાં આવી હતી. આતંકવાદીઓને શોધવા માટે સેનાએ હેલિકોપ્ટર અને ડ્રોન પણ તૈનાત કર્યા હતા. એન્કાઉન્ટર સ્થળોએથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો પણ મળી આવ્યો છે.


19 દિવસમાં 5 એન્કાઉન્ટર

પોલીસ અને સુરક્ષા દળો છેલ્લા 19 દિવસથી આ પર્વતીય વિસ્તારોમાં આતંકવાદીઓની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યા છે. આ દિવસોમાં 5 એન્કાઉન્ટર થયા છે, જેમાંથી 3 કઠુઆમાં, 1 ઉધમપુરમાં અને 1 કિશ્તવાડ જિલ્લામાં થયા છે. 27 માર્ચે થયેલા એન્કાઉન્ટરમાં 2 આતંકવાદીઓ માર્યા ગયા હતા જ્યારે 4 પોલીસકર્મીઓએ જીવ ગુમાવ્યો હતો. આ એન્કાઉન્ટરમાં નાયબ પોલીસ અધિક્ષક સહિત ત્રણ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સુરક્ષા કડક કરવામાં આવી છે અને વાહનોની તપાસ કરવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application