કેકેવી બ્રિજના ડાયવર્ઝનમાં ત્રણ પેટા ડાયવર્ઝન ! લોકો ત્રાહિમામ

  • March 31, 2023 05:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બોનાન્ઝા બ્યુટી પાર્લરથી આગળ જાનકી પાર્કમાં થઇ સંકીર્તન મંદિર પાસે નીકળવાનું ! રોયલ પાર્ક મેઇન રોડ પાસેનો રસ્તો બધં અને ત્યાંથી આગળ ક્રિસ્ટલ મોલની સામે પેટ્રોલ પમ્પ નજીકનો રસ્તો પણ બંધ

કાલાવડ રોડ ઉપર બેબીલેન્ડ હોસ્ટેલ રોડથી ક્રિસ્ટલ મોલ સુધીમાં ત્રણ સ્થળે રસ્તો બંધ: આવી જ સ્થિતિ રહેશે તો લોકો કાલાવડ રોડ પરથી ચાલવાનું ભૂલી જશે




રાજકોટ મહાનગરપાલિકા દ્રારા કાલાવડ રોડ ઉપર નિર્માણ કરવામાં આવી રહેલા કેકેવી બ્રિજના પ્રોજેકટને લઈ શહેરીજનો ટ્રાફિક સમસ્યા તેમજ રોડ ડાયવર્ઝનથી ત્રાહિમામ પોકારી ઉઠા છે. મ્યુનિ.તંત્રમાં સંકલનના અભાવે વાહનચાલકો સાપસીડીની રમતની જેમ વાહન ચલાવવા મજબુર બન્યા છે. જો આવી જ સ્થિતિ રહેશે તો હવે લોકો કાલાવડ રોડ પરથી ચાલવાનું ભૂલી જશે તે દિવસો દૂર નથી.
આશ્ચર્યની વાત તો એ છે કે કેકેવી ઓવરબ્રિજના મુખ્ય રોડ ડાયવર્ઝનમાં હવે ત્રણ ત્રણ પેટા ડાયવર્ઝન નીકળતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠા છે. સૌપ્રથમ કાલાવડ રોડ ઉપર બેબીલેન્ડ હોસ્ટેલ રોડ (જયમલ પરમાર માર્ગ) પાસેના મુખ્ય ડાઇવર્ઝનથી ક્રિસ્ટલ મોલ સુધીમાં ત્રણ સ્થળે રસ્તો બધં છે.


(૧) સર્વિસ રોડ ઉપર બોનાન્ઝા બ્યુટી પાર્લરથી આગળનો રસ્તો બધં હોય ત્યાંથી જાનકી પાર્કમાં થઇ સંકીર્તન મંદિર પાસે નીકળવાનું ! ત્યાંથી આગળ (૨) રોયલ પાર્ક મેઇન રોડ પાસેનો રસ્તો બે દિવસથી બધં હોય રોંગ સાઈડમાં જવાનું તદ્દઉપરાંત (૩) ક્રિસ્ટલ મોલની સામે પેટ્રોલ પમ્પ પાસે નવી પાઇપ લાઇન માટે ખોદકામ કરતા ત્યાં પણ રસ્તો બધં કરાયો છે.



કોટેચા ચોકથી એ.જી.ચોક સુધી પહોંચવું હોય તો હાલમાં ત્રણ ત્રણ વખત રસ્તા બદલવા પડે છે ! જેમને ફકત કાલાવડ રોડ પરથી ટ્રાન્ઝિટ જ થવાનું છે તેઓ વિકલ્પે અમિન માર્ગ કે યુનિવર્સીટી રોડ પરથી પસાર થઈ જાય છે પરંતુ સૌથી કફોડી હાલત તો કાલાવડ રોડ ઉપરની સોસાયટીઓમાં રહેતા રહીશોની છે કે જેમને ફરજિયાત પણે કાલાવડ રોડ ઉપરથી જ ચાલવાનું છે.


મહાપાલિકા દ્રારા તા.૧લી મેં સુધીમાં કેકેવી બ્રિજનું લોકાર્પણ થઈ જશે તેવી જાહેરાત કરાઈ છે પરંતુ કોઈ પણ સંજોગોમાં કામ પૂં થાય તેવી શકયતા જણાતી નથી. આથી હાલ તો કેકેવી બ્રિજની બન્ને બાજુના સર્વિસ રોડનું તાકિદે રિપેરિંગ કરવામાં આવે તેવી લોક માંગણી ઉઠવા પામી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application