પ્રખરતા શોધ કસોટીમાં ધ્રોલની ત્રણ વિદ્યાર્થીનીઓ રાજ્ય કક્ષાએ પસંદગી

  • July 16, 2024 10:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધ્રોલની શ્રી જી.એમ.પટેલ કન્યા વિદ્યાલયમાં ધોરણ -9ની વિદ્યાર્થીનીઓએ ફેબ્રુઆરી -24 માં પ્રખરતા શોધ કસોટી (TST) આપી હતી. તેમાં ગુજરાતમાં પ્રથમ 1000 વિદ્યાર્થીઓમાં અમારી શાળાની ત્રણ વિદ્યાર્થીનીઓએ સ્થાન મેળવેલ છે, જેમાં 287 ક્રમ પર પરમાર પૂજા અરવિંદભાઈ , 693 ક્રમ પર અઘેરા નેન્સી ઘેલજીભાઈ તેમજ 992 ક્રમ પર કારેણા દર્શિતા સુરેશભાઈ એ સ્થાન પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધારેલ છે. તેઓની આ સિદ્ધિ બદલ શાળાના આચાર્યા વિજયાબેન બોડા છત્રોલા તેમજ શાળા પરિવાર તેઓને અભિનંદન પાઠવે છે. સમગ્ર પરીક્ષાનું આયોજન શાળાના આચાર્યા વિજયાબેન બોડા છાત્રોલાના માર્ગદર્શન હેઠળ શાળાના શિક્ષિકાબેન ચોંડાગર સુધાબેને કરાવેલ. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application