કતલ માટે ક્રૂરતાપૂર્વક બાઇકમાં બાંધીને લઇ જવાતા ત્રણ ઘેટાને મળ્યુ નવુ જીવન

  • April 18, 2025 03:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરના બોખીરા વિસ્તારમાં ત્રણ માઇલ નજીકથી ગઇકાલે રાત્રે બાઇકમાં ક્રૂરતાપૂર્વક કતલ માટે લઇ જવાતા ત્રણ ઘેટાને  ઉદયકારાવદરા  ચેરીટેબલ એન્ડ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટે પોલીસની મદદથી બચાવ્યા હતા અને મીલપરામાં આવેલી આનંદ ગૌશાળામાં તેમનો ઉછેર કરવામાં આવશે.
ઉદય કારાવદરા ચેરીટેબલ એન્ડ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટના પ્રમુખ  ડો. નેહલબેન કારાવદરાએ જણાવ્યુ હતુ કે અમોને તા. ૧૭-૪-૨૫ના રોજ રાત્રે માહિતી મળેલ કે કોઇ શખ્શ બગવદરથી પોરબંદર રોડ પર ૩ ઘેટાને ક્રૂરતાપૂર્વક એક બાઇકમાં બાંધીને લઇ જઇ રહેલ છે. તેમને બોખીરાના ત્રણ માઇલ પાસે આ શખ્શ જોવા મળતા ૧૦૦ નંબરમાં ફોન કરેલ અને ૧૦૦ નંબર ત્યાં પહોંચી ગયેલ. ત્યારબાદ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં આ ત્રણ ઘેટાને લઇ જનાર શખ્શે જણાવેલ કે ભેટકડી ગામથી આ ઘેટાને કત્લ માટે લઇ જઇ રહેલ હતા અને આ શખ્શ વસીમ ઇસ્માઇલ બાબી(રહે. આશાપુરા ચોકડી, ઘાસ ગોડાઉન પાસે)એ  રાજીખુશીથી ઘેટા ઉદય કારાવદરા એન્ડ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટને ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં સોપેેલ છે અને આ ત્રણ જીવને ‘આનંદ ગૌશાળા’ મીલપરામાં આજીવન રાખવામાં આવશે. આ ત્રણ જીવ બચી જતા  અમો કોઇપણ પ્રકાની ફરીયાદ કેકાર્યવાહી કરવા માંગતા નથી.  તેમ પણ ડો. નેહલબેન કારાવદરાએ જણાવ્યુ હતુ.
આ કામગીરીમાં ઉદય કારાવદરા ચેરીટેબલ એન્ડ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટના પ્રમુખ ડો. નેહલબેન કારાવદરા, રાજુભાઇ સરમા, વિજયભાઇ ટીંબા, મુળુભાઇ ઓડેદરા, વિવેકભાઇ ચૌહાણ, ઉદયભાઇ ઓડેદરા, વનરાજભાઇ કેશવાલા અને પોલીસ સ્ટાફ રોકાયો હતો ત્યારે સંસ્થાના સભ્યોએ જણાવ્યુ હતુ કે ઉદ્યોગનગર પોલીસના સહકારથી આ મુંગા ત્રણ જીવોને બચાવી શકાયા છે તેથી અમો તેમનો પણ આભાર માનીએ છીએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application