દિલ્હીના આઈજીઆઈ એરપોર્ટ પર કસ્ટમ અધિકારીઓને માહિતી મળી હતી કે ઇન્ડોનેશિયાથી દિલ્હી આવી રહેલી લાઇટમાં શાર્ક માછલી છે. દિલ્હી એર કાર્ગેા ઇમ્પોર્ટની ગુચર શાખાને મળેલી માહિતી બાદ તત્રં સાબદું બની ગયું હતું અને મળેલા ઇનપુટસના આધારે, કસ્ટમ અધિકારીઓએ લાઇટ ટી–૩ રનવે પર ઉતરતાની સાથે જ તેનો કબજો લઈ લીધો. તેના કાર્ગેા બાજુ પર રાખવામાં આવેલા તમામ કન્સાઇન્મેન્ટની તપાસ કરવામાં આવી. આ માહિતી ત્યારે ચોક્કસ બની યારે અધિકારીઓને વિમાનમાં રાખેલા ૧૬ બોકસમાં ભરેલી ૨૦૦ થી વધુ માછલીઓમાંથી ત્રણ જીવતં શાર્ક મળી આવી.
આ કન્સાઈનમેન્ટ દિલ્હીના એક વ્યકિતના નામે હતું.
માહિતી આપતી વખતે, સૂત્રોએ એમ પણ કહ્યું કે ઇન્ડોનેશિયાથી ૧૬ બોકસનો આ કન્સાઇન્મેન્ટ દિલ્હીના એક વ્યકિતના નામે હતો જેને શોધી કાઢવામાં આવી રહ્યો છે. આ બોકસ સાથે કોઈ મુસાફર મુસાફરી કરી રહ્યો ન હોવાથી, એ કહેવું મુશ્કેલ છે કે આ શાર્કને પાલતુ તરીકે રાખવાની હતી કે તેમની સાથે બીજું કંઈક કરવાનું હતું. પરંતુ કસ્ટમ અધિકારીઓ માને છે કે આ શાર્ક માછલી દિલ્હીના કોઈ ફાર્મ હાઉસમાંથી તેના અંગત શોખ માટે મંગાવવામાં આવી હતી. આ સંદર્ભમાં કસ્ટમ અધિકારીઓને કેટલીક માહિતી મળી છે. જેના પર કામ ચાલી રહ્યું છે.
એર ઇન્ડિયાની લાઇટમાં લોડ કરાયું હતું
સૂત્રોના જણાવ્યા અનુસાર, શાર્ક માછલીવાળા ૧૬ બોકસનો આ માલ ઇન્ડોનેશિયાથી એર ઇન્ડિયાની લાઇટમાં લોડ કરવામાં આવ્યો હતો. શનિવારે સવારે લાઇટ દિલ્હી એરપોર્ટના ટી–૩ પર ઉતરી. મુસાફરોને ઉતાર્યા પછી, લાઇટને એર કાર્ગેા કોમ્પ્લેકસમાં લઈ જવામાં આવી હતી યાં તેના કાર્ગેામાં રાખેલા તમામ વાણિિયક માલને બહાર કાઢવામાં આવી રહ્યો હતો. માછલીઓથી ભરેલા આ ૧૬ બોકસ પણ તેમાં રાખવામાં આવ્યા હતા, જેના વિશે ખોટી જાહેરાત કરવામાં આવી હતી. આ માછલીઓમાં ત્રણ શાર્ક પણ હતી.
ભારતમાં શાર્કના આયાત પર પ્રતિબધં છે
સૂત્રોના મતાનુસાર આવી રીતે શાર્ક માછલી ભારતમાં લાવી શકાતી નથી . આ ખતરનાક શ્રેણીમાં આવે છે. વિદેશી માછલી, પ્રાણીઓ અથવા અન્ય કોઈપણ પ્રકારના પક્ષીઓ અગાઉથી જાણ કર્યા વિના ભારતમાં આયાત કરી શકાતા નથી. આ માટે, ભારતમાં લાવવામાં આવી રહેલ પ્રાણી કોઈપણ રોગથી પીડિત નથી તેની ખાતરી કરવા માટે તબીબી પ્રમાણપત્ર જરી છે. પરંતુ આ શાર્ક અને અન્ય માછલીઓ અંગે આવી કોઈ મેડિકલ એનઓસી લેવામાં આવી ન હતી. કસ્ટમ અધિકારીઓ તે કેબલ્સને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે જેના દ્રારા શાર્ક ઇન્ડોનેશિયાથી દિલ્હી આયાત કરવામાં આવી હતી. દિલ્હીથી આ કોણે મંગાવ્યું? આ શોધવા અને તેને પકડવા માટે ટીમોએ પણ કામ શ કરી દીધું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅર્થતંત્રને મળશે જબરદસ્ત રફતાર, સ્થાનિક રોકાણ 32 લાખ કરોડને પાર
January 24, 2025 10:56 AMદ્વારકામાં રવિવારે વિનામૂલ્યે એક્યુપ્રેશર તેમજ નિદાન કેમ્પનું આયોજન
January 24, 2025 10:55 AMકાશ્મીરમાં ચિનારના વૃક્ષોનું જીઓ-ટેગિંગ શરૂ, દરેક વૃક્ષ પર આધાર જેવો યુનિક કોડ હશે
January 24, 2025 10:53 AMભારતીય ઇમિગ્રન્ટ્સ મુદે ટ્રમ્પ અને ટ્રુડોના આકરા તેવર, સાઉદી પ્રિન્સનું કુણું વલણ
January 24, 2025 10:52 AMદ્વારકામાં એસિડ પી લેનાર પરિણીતાનું મોત
January 24, 2025 10:50 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech