બાકી મિલકત વેરો વસૂલવા માટે ટેકસ બ્રાંચ આકરા પાણીએ થઈ છે અને આજે શહેરની સોની બજાર સહિતના વિસ્તારોમાં મિલકતવેરાના બાકીદારોની ત્રણ મિલકતો સીલ કરી .૩૧ લાખની રિકવરી કરી હતી.
વિશેષમાં રાજકોટ મહાપાલિકાની ટેકસ બ્રાન્ચના અધિકારી સૂત્રોએ આજની રિકવરી ડ્રાઇવ ની વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે, વોર્ડ નં–૧માં ૧૫૦ ફટ રીંગ રોડ પર આવેલ ખોડીયાર હોટેલ સીલ, વોર્ડ નં–૩માં ભીચરીના નાકા પાસે આવેલ ૧–યુનિટની નોટીસ સામે રીકવરી .૫.૯૯ લાખ, જામનગર રોડ પર આવેલ ૧–યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી .૧ લાખ, જામનગર રોડ પર આવેલ ૧ યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી .૧.૬૫ લાખ, વોર્ડ નં–૫માં બ્રાહ્મણીયાપરા મેઇન રોડ પર આવેલ ૧ યુનિટની નોટીસ સામે રીકવરી .૧.૩૫ લાખ, સતં કબીર રોડ પર આવેલ ૧ નળ કનેકશન કપાત, રત્ન દીપ સોસાયટી મેઇન રોડ પર આવેલ ૧–યુનિટના બાકી માંગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી .૧.૧૮ લાખ, વોર્ડ નં.૭માં ઢેબરભાઈ રોડ પર આવેલ ૧–યુનિટને સીલ, સોનીબજારમાં ૧–યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી .૧.૧૩ લાખ, વોર્ડ નં–૧૩મા અમરનગરમાં ૧–યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી .૪૦,૦૦૦, અમરનગરમાં ૧ યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી .૧.૧૬ લાખ, આંબેડકર નગરમાં ૧ યુનિટની નોટીસથી રીકવરી .૩૦,૦૦૦, વોર્ડ નં–૧૪માં બાપુનગરમાં ૧ યુનિટને સીલ, વોર્ડ નં.૧૫મા ૮૦ ફટ રોડ પર આવેલ ૧–યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી .૫૨,૩૧૮ થઇ હતી.
ઉપરોકત કાર્યવાહી નાયબ કમિશ્નર સી.કે.નંદાણી તથા આસી.કમિશ્નર સમીર ધડુક, સેન્ટ્રલ ઝોન મેનેજર વત્સલ પટેલ, સિદ્ધાર્થ પંડા, ભાવેશ પુરોહિત, વેસ્ટ ઝોન મેનેજર મયુર ખીમસુરીયા, ફાલ્ગુની કલ્યાણી, ઇસ્ટ ઝોન મેનેજર નીલેશ કાનાણી, ગૌરવ ઠક્કર સહિતના સ્ટાફ દ્રારા કરાઇ હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMGST ફાઇલિંગને લઈને આવ્યું મોટું અપડેટ: નહીં કરો આ કામ તો થશે નુકસાન
June 07, 2025 07:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech