સાસણ પાસે કારમાં વિદેશી દારૂ સાથે મેંદરડાના ૩ શખસ ઝડપાયા

  • March 03, 2021 06:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મેંદરડા સાસણ રોડ પરથી જૂનાગઢ તરફ જતી મોટર કારમાંથી ૩૯ બોટલ વિદેશી દારૂ સાથે પોલીસે મેંદરડાના ૩ બુટલેગરો સહિત ચારને ઝડપી ૩,૧૬,૮૦૦ની મતા સાથે ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી.


આ અંગે મેંદરડા પોલીસમાંથી પ્રાપ્ત થતી વિગત મુજબ સાસણથી મેંદરડા રોડ પીએસઆઈ મોરી તથા સ્ટાફ પેટ્રોલિંગ દરમિયાન મોટરકારની તલાસી લેતાં મોટરકારમાંથી દીવથી જૂનાગઢ તરફ લાવવામાં આવતા ૩૯ બોટલ વિદેશી દારૂ ઝડપી લીધો હતો. પોલીસે મોટરકાર ડ્રાઈવર બનજીભાઈ રાવલિયા ગાંધીગ્રામ જૂનાગઢ, રવિ ઉર્ફે હરેશ પ્રવીણભાઈ સાવરિયા મેંદરડા, ઈસુબભાઈ અલારખા મોગલ મેંદરડા, રાજનભાઈ સાવરિયાને દીવથી જૂનાગઢ તરફ લઈ જવાતો ૩૯ બોટલ વિદેશી દારૂ, બે મોબાઈલ મળી કુલ રૂ.૩,૧૬,૮૦૦ની મતા સાથે ઝડપી લીધા હતા. ઝડપાયેલ મોટરકાર ડ્રાઈવર અને જૂનાગઢના બુટલેગર ભનજી રાવલિયા પર અગાઉ ૧૦થી વધુ વિવિધ પોલીસ સ્ટેશમાં પ્રોહિબિશનના ગુનાઓ નોંધાયા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS