જામનગર શહેરમાં અંગ્રેજી શરાબની બોટલો સાથે ત્રણ શખ્સો ઝડપાયા

  • March 05, 2021 10:50 AM 

ત્રણ સ્થળે પોલીસના દરોડા, એક શખ્સની સંડોવણી ખુલી

જામનગરના હર્ષદ મીલ ચાલી નજીક પટેલ નગર વિસ્તારમાંથી એક શખ્સને ઈંગ્લીશ દારૂની ત્રણ બોટલ સાથે પકડી લીધો હતો જેમાં એકનું નામ ખૂલ્યું હતું. જ્યારે કામદાર કોલોનીમાં રહેતા એક શખ્સેને દારૂની બોટલ સાથે તેમજ રાજ પાર્કમાંથી શરાબની એક બોટલ સાથે એક શખ્સ પોલીસની ઝપટમાં આવ્યો હતો.

જામનગર શહેરના હર્ષદમીલની ચાલી નજીક પટેલ નગર એકમાં રહેતા ભાવેશ ચંદ્રકાંત નંદા ઉં. વ. 34 નામના શખ્સને અંગ્રેજી શરાબની ત્રણ બોટલ સાથે તેના ભોગવટાના રહેણાંક મકાનેથી પકડી પાડવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન આ દારૂનો જથ્થો જામનગરના મનીષ રમેશ દામા નામના ઈસમે પૂરો પાડયો હોવાનું ખુલ્યું હતું.

જામનગરની કામદાર કોલોની શેરી નંબર 6. સ્વસ્તિક એપાર્ટમેન્ટ પાંચમા માળે રૂમ નંબર 502 માં રહેતા રાજીવ મેસૂર ગોજીયા ઉમર ૩૨ નામના શખ્સ ને ઈંગ્લીશ દારૂની એક બોટલ સાથે મયુર મેડિકલ વાળી શેરીમાંથી પકડી લીધો હતો.

આ ઉપરાંત જામનગરના રાજપાર્ક શેરી નંબર બે ખાતે રહેતા અર્જુન નિતીન દાઉદિયા ઉંમર વર્ષ 24 ને ભારતીય બનાવટની વિદેશી દારૂની એક બોટલ સાથે રાજપાર્ક વિસ્તારમાંથી પોલીસે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS