જામનગર અને જામજોધપુરમાં ક્રિકેટનો સટ્ટો રમતા ત્રણ શખ્સ ઝડપાયા

  • April 16, 2021 08:53 PM 

બે શખ્સોના નામ ખુલ્યા, રોકડ અને મોબાઇલ કબજે લેતી પોલીસ

જામનગરના ચાંદી બજાર તથા જામજોધપુરના સુભાષ રોડ અને બસ સ્ટેન્ડ સામેના વિસ્તારમાં હાલમાં રમાતી આઈપીએલ ટૂર્નામેન્ટની મેચ પર ક્રિકેટનો સટ્ટો મોબાઇલ એપ્લિકેશન મારફત રમતા ત્રણ શખ્સોને પોલીસે પકડી પાડયા હતા જેમાં બે શખ્સોના નામ ખુલ્યા હતા, મોબાઈલ અને રોકડ સહિતનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો.

જામનગરના ખારવા ચકલા રોડ ભગવાનદાસ બાપુની શેરીમાં રહેતા ભનુ બાબુભાઈ દાવડા ઉમર ૫૩ નામ નો સત્સંગ મોબાઈલ માં આઇડી ડાઉનલોડ કરીને હાલમાં રમાતી ટી૨૦ ક્રિકેટ મેચના રાજસ્થાન અને દિલ્હી વચ્ચે રમાયેલી મેચ પર સટ્ટો રમતો હોવાની હકીકતના આધારે સિટી પોલીસે ચાંદી બજાર બુગદો નજીકથી પકડી પાડયો હતો અને એક મોબાઇલ, રોકડા 5000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ક્રિકેટ સટ્ટાના સોદાઓ શેતાવાડમાં રહેતા હાર્દિક સોની ઉર્ફે ટકાબાપુ પાસે કરાવી જુગાર રમવા આઈડી આપી ગુનો કર્યો હતો દરમિયાનમાં સિટી એ પોલીસમાં બંનેની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

અન્ય દરોડામાં જામજોધપુરના તિરૂપતિ સોસાયટીમાં વિજયનગરમાં રહેતા અને રેડિયમનો ધંધો કરતા કિશન ભરત રાજાણી નામના શખ્સને ગામના સુભાષ રોડ ખાતે દુકાનના ઓટલા પર જાહેરમાં ક્રિકેટ ટુર્નામેન્ટ 20 --20 મા રાજસ્થાન દિલ્હી વચ્ચે રમાયેલી મેચમાં મોબાઈલ માં વહાર્ટસપ દ્વારા એપ્લિકેશન પર સટ્ટો રમતા પોલીસે રોકડ રૂપિયા 2940 અને ૯ હજારની કિંમતના મોબાઈલ સાથે દબોચી લીધો હતો,

જ્યારે જામજોધપુરના ખારવાવાડમાં રહેતા નસીબ કાંજીયા નામનો શખ્સ ફરાર થઈ ગયો હતો. ઉપરાંત જામજોધપુરના બસ સ્ટેન્ડ પાસે ગરબી ચોક ખાતે રહેતા રસના ચિચોડાનો ધંધો કરતા ધવલ ઉર્ફે કાનો કિશોર ખાટ નામના શખ્સને દિલ્હી અને રાજસ્થાન વચ્ચે રમાયેલી ક્રિકેટ મેચને મોબાઇલ એપ્લિકેશન માં સટ્ટો રમતા રોકડ રૂપિયા તેમજ મોબાઇલ મળીને કુલ 11265 ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો હતો પૂછપરછ દરમિયાન નસીબ કાંજીયાનું નામ ખૂલ્યું હતું. આ બંને દરોડાની કાર્યવાહી જામજોધપુર પોલીસ દ્વારા કરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS