ઓખામાં પાના કુટતાં ત્રણ શખ્સો ઝડપાયા

  • July 01, 2021 10:52 AM 

મીઠાપુરમાં રખડતા ભટકતા બે શખ્સો ઝડપાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામાં પાના કુટતાં ત્રણ શખ્સોને પોલીસે ઝડપી લીધા છે, જ્યારે મીઠાપુરમાં રખડતી ભટકતી હાલતમાં બે શખ્સોને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ઓખાના આર.કે. બંદર વિસ્તારમાંથી વહેલી સવારે સ્થાનિક પોલીસે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા આદમ સુલેમાન સંઘાર, ફિરોજ ઇબ્રાહિમ સંઘાર અને તાલબ કાદર જાડેજા નામના ત્રણ શખ્સોને દબોચી લીધા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે કુલ રૂપિયા 39,450 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ બનાવ અંગે ઓખા મરીન પોલીસ મથકમાં નોંધાયેલી જુગારધારાની ફરિયાદ સંદર્ભે આગળની તપાસ પી.આર. જાડેજા ચલાવી રહ્યા છે.

જ્યારે મીઠાપુરના ભીમરાણા ગામે રહેતા જનકસિંહ ગુમાનસિંહ વાઢેર (ઉ.વ. 45) અને સુરજકરાડી ગામના રવિરાજસિંહ બચુભા ગોહિલ નામના 27 વર્ષના બે શખ્સોને સ્થાનિક પોલીસે મોડી રાત્રીના સમયે સ્થાનિક વિસ્તારોમાં દુકાનોના તાળા તપાસતા શંકાસ્પદ હાલતમાં ઝડપી લઈ, જી.પી. એક્ટની કલમ 122 (સી) મુજબ ગુનો નોંધી, ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS