અન્ય રાજ્યમાંથી વિદેશીદારૂનો જથ્થો વેચાણ માટે લાવી શહેરના નિર્મળનગરમાં કટીંગ કરવાની તૈયારી કરી રહેલા ત્રણ શખ્સોને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લઈ દારૂની ૧૬૫ બોટલો કિ.રૂ.૧,૦૩,૯૫૦ તેમજ કાર મળી કુલ કિ.રૂ.૪,૨૩,૯૫૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ભાવનગર એલ.સી.બી.,પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન પોલીસ સ્ટાફ ને બાતમીરાહે હકિકત મળેલ કે, મોસીન ઉર્ફે મુન્નો અબ્દુલકાદર માવત રહે.હાલ-સુરત, મુળરહે.ભાવનગર અને તુષાર ઉર્ફે લાલો જગદીશભાઇ ગોહિલ રહે.હાલ-સુરત, મુળરહે.ભાવનગર તેમજ રફીક અલ્લીભાઇ બેલીમ રહે.કુંભારવાડા, ભાવનગર તેની ઇનોવા કાર નં.ૠઉં-૦૫-ઈઉં-૨૩૧૭ માં ગેર કાયદેસર વિદેશી દારૂનો જથ્થો ભરી વેંચાણ માટે લાવેલ છે અને શહેરના નિર્મળનગર વિસ્તારમાં પંચામૃત ઓટો સર્વીસ સેન્ટર નામની દુકાન પાસે રોડ પર ઉભા છે. અને ગાડીમાંથી દારૂની હેરાફેરી (કટીંગ) કરે છે. જે હકિકત આધારે બાતમીવાળી જગ્યાંએ રેઇડ કરી નીચે મોસીન ઉર્ફે મુન્નો અબ્દુલકાદર માવત (ઉ.વ.૩૯ ધંધો.ડ્રાઇવીંગ રહે.હાલ- રૂમ નં.૫૦૨, બિલ્ડીંગ-એ, પ્રાઇમ પેલેસ, આંબોલી ચાર રસ્તા, સુરત શહેર, મુળરહે.-મફતનગર, શીશુવિહાર સર્કલ, ભાવનગર), તુષાર ઉર્ફે લાલો જગદીશભાઇ ગોહિલ (ઉ.વ.૩૮ ધંધો.રીક્ષા ડ્રાઇવીંગ રહે.હાલ- પ્લોટ નં.૫૬, સરગમ સોસાયટી, વી.૦૧, નાલંદા સ્કુલ પાસે, સુરત શહેર, મુળરહે. પ્લોટ નં.૧૭/એ-૧, રબ્બર સોસાયટી, સુભાષનગર, ભાવનગર)અને રફીક અલ્લીભાઇ બેલીમ (ઉ.વ.૪૭ ધંધો.રીક્ષા ડ્રાઇવીંગ રહે.જલાઉસ્તાદની મસ્જીદની પાછળ, મહેબુબભાઇ મીયાણાના મકાનમાં, કુંભારવાડા, ભાવનગર)ને ઝડપી લઈ વ્હિસ્કી એક લીટરની ૧૬૫ બોટલો કિ.રૂ.૧,૦૩,૯૫૦ તેમજ ઇનોવા કાર નંબર ૠઉં-૦૫-ઈઉં-૨૩૧૭ કિ.રૂ.૩, ૦૦, ૦૦૦ અને ૨ મોબાઇલ કિ.રૂ.૨૦,૦૦૦ મળી કુલ કિ.રૂ.- ૪,૨૩,૯૫૦ નો પ્રોહીબિશનનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ ઇન્સ. એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ, પોલીસ ઇન્સ. પી.બી.જેબલીયા, સ્ટાફના ભૈયપાલસિંહ ચુડાસમા, ચંન્દ્રસિંહ વાળા, ઇમ્તિયાઝખાન પઠાણ તેમજ અલ્ફાઝ વોરા સહિતના જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસંત શ્રી પ્રેમભિક્ષુજી મહારાજની પૂણ્યતિથી નિમિતે શહેરમાં વિશાળ શોભાયાત્રા નિકળી
April 19, 2025 11:55 AMઅભિષેકને બીજા બાળક વિશે પૃચ્છા થઈ તો શરમાઈ ગયો
April 19, 2025 11:54 AMજસ્ટિન બીબરનું પેન્ટ સરકતા બ્રિટની સાથે તુલના કરી દેવાઈ
April 19, 2025 11:53 AMઅમીષાનો બિકીની લુક વાયરલ, લોકોએ ફૂલેલું પેટ જોઈ કહ્યું વગર લગ્ને પ્રેગનન્ટ?
April 19, 2025 11:49 AMકો-સ્ટાર્સના કારણે ફિલ્મ કરવાની ના પા ડી અને પછી ફિલ્મોએ રચ્યો ઇતિહાસ
April 19, 2025 11:48 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech