રાજકોટમાં આજરોજ સવારના સુમારે ઇન્દિરા સર્કલ પાસે ગોઝારા અકસ્માતની ઘટના બની હતી અહીં માતેલા સાંઢની જેમ ધસી આવેલી સીટી બસે સાતથી આઠ વાહનોને હડફેટે લીધા હતાં. જેમાં ત્રણ વ્યકિતઓના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતાં. જયારે ચારેક વ્યકિતઓને ઇજા પહોંચી હતી. અકસ્માતની આ ઘટના બાદ રોષે ભરાયેલા લોકોએ સીટી બસમાં પથ્થરમારો કરી તોડફોડ કરી હતી. અકસ્માતની ઘટનાને લઇ અહીં લોકોના ટોળે ટોળાં એકત્ર થયા હતાં. બનાવના પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે સમજાવટનો પ્રયાસ કર્યેા હતો તેમ છતાં રોષે ભરાયેલા લોકોએ ચકકાજામ કરી દેતાં પોલીસે હળવો લાઠીચાર્જ કર્યેા હતો.
3માંથી બે મૃતકની ઓળખ થઈ
ઇજાગ્રસ્ત
સીટી બસ બધં કરોના નારા લાગ્યા
અકસ્માતની આ ઘટનાને લઇ અહીં ટોળે વળેલા લોકોએ એવો આક્ષેપ કર્યો હતો કે, સિટી બસના ચાલકે સીગ્નલ ખુલતાં જ બસ હંકારી મુકી હતી તેમજ બસનો ચાલક નશો કરી વાહન ચલાવતો હોવાનો પણ લોકોએ આક્ષેપ કર્યેા હતો. બેફામ બનેલા સીટી બસના ચાલકો અવારનવાર અકસ્માત સર્જતા હોય દરમિયાન આજરોજ બનેલી આ ગોઝારી ઘટના બાદ લોકો રોષ વ્યકત કરી સીટી બસ બધં કરોના નારા લગાવ્યા હતાં.
પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા
ગોઝારા અકસ્માતની જાણવા મળતી વિગતો મુજબ આજરોજ સવારના સુમારે ટ્રફિકથી ધમધમતા એવા ઇન્દિરા સર્કલ પાસે પુરપાટ ઝડપે ધસી આવેલી સીટી બસે સાતથી આઠ વાહનોને હડફેટે લીધા હતાં. અકસ્માતની આ ઘટના બાદ અહીં નાસભાગ મચી જવા પામી હતી. અકસ્માતમાં સાતેક લોકોને ઇજાઓ પહોંચી હતી. જે પૈકી ત્રણ વ્યકિતઓને ગંભીર ઇજા પહોંચતા તેમના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજયા હતાં. અકસ્માતની આ ઘટનાને લઇ લોકોમાં ભારે રોષ ફેલાઇ ગયો હતો અને મોટી સંખ્યામાં લોકો ટોળે વળ્યા હતાં. રોષિત ટોળાએ અકસ્માત સર્જનાર સીટી બસ પર પથ્થરમારો કરી તેના કાચ ફોડી નાખ્યા હતાં. અકસ્માતની આ ઘટનાના પગલે ગાંધીગ્રામ પોલીસ મથકનો સ્ટાફ તથા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતાં.
લોકો ટસના મસ થયા ન હતાં
અકસ્માત બાદ રોષે ભરાયેલા ટોળાએ રસ્તા પર ચક્કાજામ કરી દીધો હોય પોલીસ દ્રારા તેમને સમજાવી દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ લોકોનો રોષ ચરમસીમાએ પહોંચી ગયો હોય લોકો ટસના મસ થયા ન હતાં. દરમિયાન સ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે હળવો લાઠીચાર્જ કર્યેા હોવાનું પણ જાણવા મળ્યું છે.
અકસ્માતના આ બનાવની વિશેષમાં જાણવા મળતી વિગતો મુજબ સવારના દસેક વાગ્યા આસપાસ અહીં ઇન્દીરા સર્કલ પાસે ટ્રાફિક સિગ્નલ બધં હતું તે સમયે કોટેચા ચોક તરફથી આવેલી સીટી બસના ચાલકે બેફામ પણે આવી સિગ્નલ ખુલતાં જ બસ હંકારતા અહીં સિગ્નલે ઉભેલા છથી સાત વાહનોને હડફેટે લીધા હતાં. જેમાં ગંભીર ઇજા થવા સબબ ત્રણના ઘટના સ્થળે મોત થયા હતાં તેમજ એકની હાલત અત્યતં ગંભીર ગણાવવામાં આવી રહી છે. આ ઉપરાંત અન્ય ચારેક વ્યકિતઓને પણ ઇજા પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુક્રેન શાંતિ સમજૂતીમાંથી ખસી શકે છે અમેરિકા, રશિયા-યુક્રેન વચ્ચે સહમતિ ન થતા નારાજ
April 18, 2025 07:30 PMભારતની બાંગ્લાદેશને ચેતવણી, ભારતના આંતરિક મામલામાં દખલ નહીં!, લઘુમતીઓની સુરક્ષા પર આપો ધ્યાન
April 18, 2025 07:29 PMફ્લાય ઓવરબ્રિજની કામગીરીના પગલે અંબર ચોકડી પાસે વાહન વ્યવહાર આજથી બંધ કરાયો
April 18, 2025 06:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech