વિદેશી દાની ગેરકાયદેસર પ્રવૃતિમાં સંડોવાયેલ પ્રોહિબિશનના ત્રણ બુટલેગર્સને એલસીબીએ પાસા હેઠળ અલગ-અલગ જેલ હવાલે કર્યા હતા.
પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ અને પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. એ.આર.વાળાને દારૂ, મિલ્કત સંબંધી તથા શરીરસંબંધી ગુન્હાઓને લગતી અસામાજિક પ્રવૃતિઓમાં સંડોવાયેલ ઇસમો વિરૂધ્ધ દરખાસ્ત કરી તેને પાસા હેઠળ અટકાયત કરી જેલમાં મોકલી આપવા માટે આપેલી સખ્ત સુચના આપતા ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્રારા અગાઉ વિદેશી દારૂની ગેરકાયદેસરની પ્રવૃતિઓમાં સંડોવાયેલ શખ્સો વિરૂધ્ધ પાસા અંગેની દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટ, ભાવનગર તરફ મોકલી આપવામાં આવેલ હતી.જે અંગે જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા પાસા દરખાસ્ત માન્ય રાખી પાસા વોરંટ ઇશ્યુ કરતાં પાસા વોરંટની બજવણી કરી હરેશ ઉર્ફે જટી રમેશભાઇ વાઘેલા (ઉ.વ.૨૨ રહે.મફતનગર, મેલડીમાંની ધાર,ખેડુતવાસ, ભાવનગર હાલ-ટોળકીનગર, કોળી જ્ઞાતિની વાડી પાસે, રૂખડિયા હનુમાન સામે, કરચલીયા પરા, ભાવનગર)ને મધ્યસ્થ જેલ લાજપોર,સુરત, રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજુ ઘનશ્યામસિંહ પરમાર (ઉ.વ.૩૫ રહે.જયદેવભાઇ કોળીના મકાનમાં ભાડેથી, ગૌતમેશ્વરનગર, શીહોર જી.ભાવનગર મુળ-કાજાવદર તા.શીહોર જી.ભાવનગર)ને મધ્યસ્થ જેલ સાબરમતી, અમદાવાદ તેમજ આકાશ ઉર્ફે બલાડ મનસુખભાઇ પરમાર (ઉ.વ.૨૦ રહે.મનુભાઇની દુકાનની સામે, મેલડી માતાની ધાર, સુર્યાવાળો ચોક, ખેડુતવાસ, ભાવનગર)ને ખાસ જેલ, ભુજ હવાલે કર્યો હતો. પોલીસ ઇન્સ. એ.આર.વાળા તથા સ્ટાફના હરગોવિંદભાઇ બારૈયા, ઘનશ્યામભાઇ ગોહિલ, રવિરાજસિંહ ગોહિલ, જયદિપસિંહ ગોહિલ, એજાજખાન પઠાણ, હારિતસિંહ ચૌહાણ, ચંદ્દસિંહ વાળા, બળદેવભાઇ મકવાણા તેમજ અલ્ફાઝ વોરા સહિતના જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech