ક્રાઇમ બ્રાંચ અને નાસતા ફરતા સ્કોવર્ડે ઓનલાઇન જગાર રમતા ત્રણ શખસોને ઝડપી લીધા હતાં.ક્રિકેટ સટ્ટો રમવા પંકાયેલ પંટર ગાયકવાડીના મુરલી ભાવનાણી આઇપીએલ સીઝનમાં ત્રીજી વખત ક્રિકેટ સટ્ટો રમતાં પકડાયો હતો. જ્યારે સોની બજારમાં લાઈનગુરુ લાઈન પર જુગાર રમતા ક્રિપાલસિંહ વાઘેલાને પકડી બુકી ગોપાલ ભરવાડને ઝડપી લેવા ક્રાઇમ બ્રાંચની ટીમે તપાસ હાથ ધરી છે. જયારે અન્ય એક દરોડામાં નાસતા ફરતા સ્કોવર્ડ ઝોન-૨ ની ટીમે પંચવટી મઇન રોડ પર મોબાઇલ આઇડી મારફત જુગાર રમી રહેલા મુંબઇના શખસને ઝડપી લીધો હતો.
ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ એમ.આર.ગોંડલીયા, એમ.એલ.ડામોર, ચિરાગ જાદવના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ.એસ.ગરચર તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી.દરમિયાન એએસઆઈ સમીરભાઈ શેખ, કોસ્ટેબલ ધર્મેન્દ્રસિંહ જાડેજાને હોસ્પીટલ ચોક પાસે જ્યુબેલી ગાર્ડનના દરવાજા પાસે જાહેર રોડ ઉપર એક શખસ મોબાઇલ ફોનમાં ક્રિકેટ મેચનો સટ્ટો રમવાની આઇડીમાં ઓનલાઇન જુગાર રમે છે, તેવી બાતમી મળતા સ્ટાફે દરોડો પાડી આ શખસને અટકમાં લઈ નામ પૂછતાછ કરતા તેનું નામ મુરલી વિનોદ ભાવનાણી (ઉ.વ.૨૪, ૨હે-ગાયકવાડી સોસાયટી શેરી નં-૬/૧૦ નો ખુણો રવીસાગર એપાર્ટમેન્ટ ફ્લેટ નં.૧૦૫) જણાવ્યું હતું.આરોપી પાસે રહેલા મોબાઇલ ફોનની તપાસ કરતા તેમાં ગેમફેર 7777 ક્રિકેટ મેચની આઈડીમાં આયરલેન્ડ અને વેસ્ટઇન્ડીઝ વચ્ચે રમાતી લાઇવ મેચમાં સેશન ઉપર જુગાર રમતો હોવાનું સામે આવતા તેની ધરપકડ કરી હતી.
બીજા દરોડામાં ક્રાઈમ બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલ દિપક ડાંગર અને કોન્સ્ટેબલ અરવિંદકુમાર ફતેપરા સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતાં. ત્યારે કોઠારીયા નાકા પોલીસ ચોકીની સામે, સોની બજાર, વાહન પાર્કીંગની જગ્યાએ જાહેરમાં ક્રિપાલ વાઘેલા નામનો શખસ મોબાઇલ ફોનમાં ક્રીકેટ લાઇનગુરૂ એપમાં આઇપીએલ ટી-૨૦ ટુર્નામેન્ટની લાઇવ મેચમાં સેશન ઉપર રનફેરમાં લાઈન ઉપર સટ્ટાનો જુગાર રમે છે તેવી ચોક્કસ બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી તે શખસને અટકમાં લઈ નામ પૂછતા પોતાનુ નામ ક્રિપાલસિંહ પ્રવિણસિંહ વાઘેલા (ઉવ.૪૨, રહે. ઢોલરીયાનગર, શેરી નં.૩, ગાયત્રીનગર મેઇન રોડ, જલારામ ચોક પાસે ) હોવાનું જણાવ્યું હતું. મોબાઇલ ફોનમાં કોલ હિસ્ટ્રી જોઈ તે ક્યાં નંબર ઉપર ફોન કરી સોદા લખાવતા હતા તે બાબતે પુછતા મો.નં.૯૯૨૪૫૮૦૪૫૧ ઉપર ફોન કરી સોદા લખાવતો હોવાની કબૂલાત આપી હતી. તેમજ તે શખસ બાબતે પૂછતાં તેનો મિત્ર ગોપાલ ગમારા છે અને તતેની પાસે કપાત કરવતો હોવાની કબૂલાત આપતાં પોલીસે પંટરની ધરપકડ કરી બુકી ગોપાલ ભરવાડની શોધખોળ હાથ ધરી છે.
જ્યારે અન્ય એક દરોડામાં નાસ્તા ફરતા સ્કોવર્ડ ઝોન-૨ ના હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ, કોન્સ્ટેબલ અમીનભાઈ, પ્રશાંતભાઈ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન એવી બાતમી મળી હતી કે, પંચવટી મેઇન રોડ પર અતિથિ ચોક ખાતે એક શખસ મોબાઈલ આઈડી મારફત જુગાર રમી રહ્યો છે. આ બાતમીના આધારે ટીમે અહીં પહોંચી આ શંકાસ્પદ શખસની પૂછતાછ કરતા તેણે પોતાનું નામ મહેશ ભવનભાઈ વાવીયા (ઉ.વ 32 રહે. શંકરવાડીવાસ શેરી નંબર ૬, રામ મંદિર બાજુમાં રાપર, કચ્છ, હાલ છોટુમલ ચાલ કેદાર મોલ રોડ મુંબઈ) હોવાનું જણાવ્યું હતું. પોલીસે આ શખસના મોબાઈલની તપાસ કરતા તેમાં સતગુરુ એક્સચેન્જ ડોટ કોમ નામની એપ્લિકેશન ચાલુ હોય જેમાં યુઝર આઇડી એસ.એક્સ મહેશ 013 જોવા મળ્યું હતું જેમાં રૂપિયા 5069 નું બેલેન્સ હતું. સ્ટેટમેન્ટ જોતા આ શખસ આઈડી મારફત ક્રિકેટ મેચમાં ઓનલાઈન રૂપિયા લગાડી સટ્ટો રમતો હોવાનું માલુમ પડ્યું હતું. જેથી પોલીસે આ શખસ પાસેથી રૂપિયા 15,000 ની કિંમતનો મોબાઇલ ફોન કબજે કરી તેની સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાનમાં વિનાશકારી વરસાદ અને તોફાન: 20 લોકોના મોત, જનજીવન અસ્તવ્યસ્ત
May 25, 2025 08:41 PMCBSEની નવી માર્ગદર્શિકા: બાળકોના સર્વાંગી વિકાસ માટે માતૃભાષાનું શિક્ષણ
May 25, 2025 08:39 PMશાહજહાંપુર જિલ્લા હોસ્પિટલમાં ગેસ લીક: દર્દીઓમાં નાસભાગ
May 25, 2025 08:38 PMદહેજમાં કેમિકલ કંપનીમાં વિકરાળ આગ: "મેજર કોલ" જાહેર
May 25, 2025 08:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech