જામનગરની કોવિડ હોસ્પિટલમાં મ્યુકોર્માઇકોસિસના વોર્ડમાં દાખલ થયેલા ત્રણ દર્દીઓ સાજા થતાં રજા અપાઈ: જ્યારે નવા એક દર્દી ને દાખલ કરાયા

  • July 06, 2021 10:16 AM 

મ્યુકોર્માઈકોસિસની બીમારીના કુલ ૫૬ દર્દીઓ સારવાર હેઠળ: કુલ ૨૫૪ કેસ સામે આવ્યા: જ્યારે ૧૨૪ ડિસ્ચાર્જ થયા

જામનગરની સરકારી જી. જી. હોસ્પિટલમાં મ્યુકોર્માઈકોસિસ ના વોર્ડ માં દાખલ થયેલા વધુ ત્રણ દર્દીઓની તબિયતમાં સુધારો થવાથી છેલ્લા ૨૪ કલાક દરમિયાન વધુ ૦૩ દર્દીઓને રજા આપવામાં આવી છે, જ્યારે વધુ એક દર્દીને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત આજે ૦૨ મેજર સર્જરી કરવામાં આવી હતી, જ્યારે ત્રણ માઇનોર સર્જરી કરવામાં આવી છે. જામનગરની સરકારી જી.જી હોસ્પિટલ માં મ્યુકોર્માઇકોસિસ (બ્લેક ફંગસ) ના જુદા જુદા બે વોર્ડ કાર્યરત છે, અને તમામ દર્દીઓની સધન સારવાર ચાલી રહી છે. જેમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન એક  નવા દર્દી દાખલ થયા છે, જે દર્દીને રાજકોટ થી જામનગર ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. જેઓનું રાજકોટમાં અગાઉ ઓપરેશન થઇ ગયું હતું. પરંતુ અહીં ફરીથી ઓપરેશન કરાશે. 

આ ઉપરાંત આ વોર્ડ માં દાખલ થયેલા દર્દીઓ પૈકી એકી સાથે ત્રણ દર્દીઓની તબિયતમાં સુધારો થતાં રજા આપવામાં આવી છે. જેથી થોડી રાહત છે. અને હાલ ૫૬ દર્દીઓ બ્લેક ફંગસ ની બીમારી ની સારવાર મેળવી રહ્યા છે.

મ્યુકોર્માઇકોસિસના વોર્ડમાં અત્યાર સુધીમાં ૨૫૪ થી વધુ દર્દીઓ સામે આવ્યા છે, જ્યારે અત્યાર સુધીમાં ૪ દર્દીઓના મૃત્યુ નિપજ્યાનું જાહેર કરાયું છે. ઉપરાંત કુલ ૬ દર્દીઓની એક એક આંખ કાઢવી પડી છે. જામનગરની જી.જી. હોસ્પિટલમાં બ્લેક ફંગસના દાખલ થયેલા ૧૨૧ દર્દીઓ સાજા થઇ જતાં તેઓને રજા આપી દેવાઈ છે.

જી.જી. હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ૧૯૫ મેજર સર્જરી કરવામાં આવી છે જ્યારે ૧૨૭ માઇનોર સર્જરી કરાઇ છે. જી.જી. હોસ્પિટલમાં દાખલ થયેલા ૫૬ દર્દીઓ પૈકી એક દર્દી ઓક્સિજનની સુવિધા પર છે. જ્યારે બાકીના ૫૫ દર્દીઓ રૂમ એર પર સારવાર લઇ રહ્યા છે. જે તમામને સધન સારવાર અપાઇ રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS