એલસીબીએ અટકાયત કરી લાજપોર, સાબરમતી અને વડોદરા જેલમાં ધકેલ્યા
દ્વારકા જીલ્લાના 3 નામીચા બુટલેગરોને પાસા હેઠળ એલસીબીએ અટકાયત કરી લાજપોર, સાબરમતી અને વડોદરા જેલ ખાતે મોકલી આપવાની કાર્યવાહી કરી હતી. ચુંટણી અનુસંધાને માથાભારે, દારુ, જુગારની પ્રવૃતીઓ કરનારા શખ્સો સામે કડક પગલા લેવા એસપીએ સુચના કરતા આ દીશામાં સધન કાર્યવાહી કરવામાં આવી રહી છે.
રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તથા દેવભુમી દ્વારકા એસપી નિતેશ પાંડેયએ લોકસભા ચુંટણી -2024ને ઘ્યાને લઇ કાયદો વ્યવસ્થા સુદડ બનાવવાના હેતુસર માથાભારે ઇસમો તેમજ દારૂ-જુગારના બુટલેગરો વિરુઘ્ધ કડક પગલાઓ લેવા કરેલ સુચના અનુસાર એલસીબી પીઆઇ કે.કે. ગોહીલની રાહબરી હેઠળ ભાણવડ પીએસઆઇ એમ.આર.સવસેટા, મીઠાપુર પીઆઇ એન.એચ. જોશી દ્વારા ભાણવડ, ખંભાળીયા અને દ્વારકા તાલુકામાં વિદેશી દારૂના જથ્થાનો સંગ્રહ કરી સપ્લાય કરી, વિદેશી દારૂનું ગેરકાયદેસર રીતે વેચાણ કરવાની પ્રવૃતી કરતા બુટલેગરોના ગુનાહીત ઇતિહાસની માહીતી એકત્રીત કરી, પાસા દરખાસ્તો તૈયાર કરી મોકલી આપેલ.
જે આધારે દેવભુમી દ્વારકા જિલ્લા કલેકટર જી.ટી. પંડયાએ જિલ્લામાં લોકસભા ચુંટણી દરમ્યાન શાંતીમય વાતાવરણ બની રહે તેની તકેદારીના ભાગરૂપે ત્વરીત નિર્ણય લઇ ઇસમો વિરુઘ્ધ પાસા દરખાસ્તો મંજુર કરી અટકાયત વોરંટો ઇસ્યુ કરતા એલસીબીના પીએસઆઇ બી.એમ. દેવમુરારી, એ.એલ. બારશીયાએ એલસીબીની ટીમ સાથે રહી ઓધડ લાખા મોરી રહે. તાળીવાળાનેશ, ભાણવડ-દ્વારકા, કમલેશ જેતા ભારવાડીયા રહે. કલાણપર, ભાણવડ-દ્વારકા અને મહેકભા મુળુભા કેર રહે. આરંભડા (મીઠાપુર) તા. દ્વારકાને વારા ફરતી રાઉન્ડઅપ કયર્િ હતા.
પાસા એકટ હેઠળ કાર્યવાહી કરી ઓધડને લાજપોર મઘ્યસ્થ જેલ, સુરત, કમલેશને સાબરમતી મઘ્યસ્થ જેલ અમદાવાદ અને મહેકભાને વડોદરા મઘ્યસ્થ જેલ ખાતે મોકલી આપવા તજવીજ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ : બહુમાળી ભવન ખાતે જાતિના દાખલા અને નોન ક્રિમિલિયર સર્ટિ કઢાવવા લાંબી કતાર
May 14, 2025 11:38 AMસબકા અપના અપના નોર્મલ : આમીરની નવી ફિલ્મ 'સિતારે જમીન પર'નું ટ્રેલર આઉટ
May 14, 2025 11:35 AMરાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે હડતાળ સમેટાઈ
May 14, 2025 11:30 AMઆખરે સલમાન ખાને લગ્ન ન કરવાનું સાચું કારણ જણાવ્યું, જાણો સિંગલ રહેવાનું શું છે સિક્રેટ ?
May 14, 2025 11:30 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech