એનસીપીના નેતા અને પૂર્વ ધારાસભ્ય બાબા સિદ્દીકીના હત્યા કેસમાં પુણેમાંથી વધુ ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે, આ સાથે કુલ ધરપકડ કરવામાં આવેલા આરોપીઓની સંખ્યા વધીને 14 થઈ છે.ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ગેંગે આ હુમલાની જવાબદારી લીધી છે.પોલીસે ઝડપાયેલા આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરી છે, જો કે તેમને કોઈ મહાવનો સુરાગ હાથ લાગ્યો નથી.
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી ના નેતા બાબા સિદ્દીકીની હત્યા કેસમાં પોલીસે વધુ ત્રણ લોકોની ધરપકડ કરી છે. તેમની ધરપકડ પુણેથી કરવામાં આવી હતી જે સાથે આ કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓની કુલ સંખ્યા 14 થઈ ગઈ હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે રૂપેશ રાજેન્દ્ર મોહોલ (22), કરણ રાહુલ સાલ્વે (19) અને શિવમ અરવિંદ કોહર (20) બધા પુણેના રહેવાસી છે. તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.
તપાસકતર્ઓિને હજુ સુધી હત્યા પાછળનું કારણ જાણવા મળ્યું નથી. તેઓ ધંધાકીય દુશ્મનાવટ અથવા મુંબઈમાં ઝૂંપડપટ્ટીના પુનર્વસન પ્રોજેક્ટ પર તેને મળેલી ધમકીઓ સહિત વિવિધ દિશાઓથી કેસની તપાસ કરી રહ્યા છે.
પોલીસે આ અગાઉ 11 લોકોની ધરપકડ કરી છે, જેમાં બે શંકાસ્પદ શૂટર્સ - ધરમરાજ કશ્યપ અને ગુરમેલ સિંહનો સમાવેશ થાય છે, જ્યારે મુખ્ય શૂટર શિવકુમાર ગૌતમ અને બે કાવતરાખોરો ફરાર છે. સનસનાટીભયર્િ હત્યા કેસમાં અત્યાર સુધીની તપાસમાં બહાર આવ્યું છે કે થાણેમાં પાંચ લોકોના જૂથને શરૂઆતમાં મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન સિદ્દીકીની હત્યાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ, જો કે, જૂથે ગુનો કરવા માટે 50 લાખ રૂપિયાની માંગણી કરી હતી, પરંતુ તેઓ રકમ પર સંમત ન હોવાથી તેઓ પાછળ હટી ગયા હતા. જો કે, આ જૂથે સિદ્દીકી પર હુમલો કરવામાં મદદ કરી હોવાનું સામે આવ્યું છે.પોલીસે વોન્ટેડ આરોપી ગૌતમ, શુભમ લોંકર અને અખ્તરની શોધ તેજ કરી છે. આરોપીઓને દેશ છોડીને ભાગી ન જાય તે માટે તેમની સામે ’લુકઆઉટ સર્ક્યુલર’ જારી કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસમગ્ર વિશ્વને ભારત પાસેથી અપેક્ષાઓ: વડાપ્રધાન મોદી
February 24, 2025 03:01 PMસુરતમાં કારચાલક બેફામ, બે બાઈકને ટક્કર માર્યા બાદ પલ્ટી જતા ૩ના મોત
February 24, 2025 02:59 PMબાંગ્લાદેશ-પાકિસ્તાન વચ્ચે નિકટતા વધી, 54 વર્ષમાં પહેલીવાર સીધો વેપાર શરૂ
February 24, 2025 02:57 PMપાકિસ્તાન મંદિરો અને ગુરુદ્વારાના નવીનીકરણ માટે 1 અબજ ખર્ચશે
February 24, 2025 02:56 PMદિલ્હીની મહિલાઓને આ દિવસે મળશે ₹2500! CM રેખા ગુપ્તાએ આતિશીને આપ્યો જવાબ
February 24, 2025 02:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech