બાલાજી હોલ પાછળ ડેરીમાં દારૂની મહેફિલ માણતા ત્રણ શખસો ઝડપાયા

  • May 29, 2025 03:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના 150 ફૂટ રીંગ રોડ પર બાલાજી હોલ પાછળ સાગર ચોક નજીક ડેરીમાં દારૂની મહેફીલ માણી રહેલા ડેરી સંચાલક અને તેના બે મિત્રોને તાલુકા પોલીસે ઝડપી લીધા હતા. જ્યારે પ્ર.નગર પોલીસે ભીસ્તીવાડ નજીક વાલ્મિકી આવાસ યોજના પાસે જાહેરમાં દારૂની મહેફીલ માણી રહેલા પાંચ શખસોને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.


રાજકોટ તાલુકા પોલીસ મથકના પીઆઇ ડી.એમ.હરીપરાની રાહબરી હેઠળ પી.એસ.આઈ કે.એચ.કારેણા તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન બાલાજી હોલ પાછળ સાગર ચોક પાસે સાગર કોમ્પ્લેક્સમાં જનતા ડેરીમાં દરોડો પાડતા અહીં ડેરી સંચાલક અને તેના બે મિત્રો સહિત ત્રણ શખસો દારૂની મહેફિલ માણતા હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે અહીંથી દારૂની બોટલ કબજે કરી મેહફીલ માણી રહેલા ડેરી સંચાલક સુરેશ જેરામભાઈ સોજીત્રા (ઉ.વ 48 રહે. ઇસકોને એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર 201 મવડી પોલીસ હેડ ક્વાર્ટર પાછળ) તેના મિત્રો પ્રવીણ પ્રેમજીભાઈ ફાચરા (ઉ.વ 54 રહે. પ્રણામી પાર્ક શેરી નંબર 2,40 ફૂટ રોડ ઓમનગર સર્કલ પાસે) અને નિલેશ બાબાભાઈ ટીલાળા (ઉ.વ 46 રહે. પાળ, તા. લોધીકા) વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

જ્યારે પ્ર.નગર પોલીસ મથકના પીઆઇ વી.એમ.વસાવાની રાહબરી હેઠળ પીએસઆઇ આર.કે.ગોહિલ તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન મળેલી બાતમીના આધારે પાસે વાલ્મિકી આવાસ યોજના ક્વાર્ટર નજીક જાહેરમાં દારૂની મહેફીલ માણી રહેલા પાંચ શખસોને ઝડપી લીધા હતા. જેમાં વિશાલ બળવંતભાઈ બેડીયા, ભાવેશ દિલીપભાઈ વાઘેલા, સતીશ રમેશભાઈ રાઠોડ, શ્યામ રાજુભાઈ સોલંકી, અને રવિ જગદીશભાઈ શિંગાળાનો સમાવેશ થાય છે. પોલીસે આ દરોડા દરમિયાન અહીંથી દારૂની બોટલ બાઈટિંગનો સામાન સહિતનો મુદ્દામાલ કબજે કરી આ શખસો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application