BREAKING NEWS

મણિપુરના ઉખરુલમાં કુકી અને નાગા વચ્ચે સામસામું ફાયરિંગ ત્રણ મોત, પાંચ ઘાયલ

  • April 25, 2026 09:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મણિપુર પુર્વોતર રાજ્ય મણિપુરના ઉખરુલ જિલ્લામાં તાજેતરમાં ગોળીબારની બે અલગ અલગ ઘટના બની હતી જેમાં ત્રણ લોકોના મોત થયા હતા અને મહિલાઓ સહીત ૫ ઘાયલ થયા હોવાના અહેવાલ સાંપડી રહ્યા છે. કુકી અને નાગા આદિવાસી સમુદાયોના સશસ્ત્ર જૂથો વચ્ચે થયેલી અથડામણમાં અનેક ઘરોમાં આગ લાગી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, પહેલી ઘટના જિલ્લાના મુન્નામ ગામ નજીક બની હતી, જ્યાં સુરક્ષા દળોએ સવારે બે મૃતદેહ શોધી કાઢ્યા હતા હજી પણ તપાસ ચાલી રહી છે. મૃતકોની ઓળખ એલ. સીતાલહોઉ અને પી.હાઓલાઈ તરીકે થઈ છે. અગાઉ, સવારે લગભગ ૫:૩૦ વાગ્યે, તંગખુલ નાગા પ્રભુત્વ ધરાવતા વિસ્તારના મુલ્લામ ગામમાં સશસ્ત્ર આતંકવાદી જૂથો વચ્ચે ભારે ગોળીબાર થયો હતો. ગામની બહારના કેટલાક ઘરોમાં પણ આગ
લગાવવામાં આવી હતી. કુકી ઑર્ગેનાઈઝેશન ફોર હ્યુમન રાઇટ્સ ટ્રસ્ટે મુલ્લામ અને સોંગફાલ ગામમાં બે ગામ સ્વયંસેવકો ની હત્યા અને તેમના ઘરીને બાળી નાખવાની નિંદા કરી છે. સંગઠને તાત્કાલિક ફરિયાદ નોંધવાની અને સમયસર તપાસની માંગ કરી છે. એક અલગ ઘટનામાં, કામજોંગ જિલ્લાના ચાટ્રિક ખુલેનના રહેવાસી ૨૯ વર્ષીય એચ. જામંગ પર વહેલી સવારે ઉખરુલ જિલ્લાના સિનાફેઈવેઈ ગામ નજીક સશસ્ત્ર આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને તેમાં યુવાનનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. આ ઘટનામાં અન્ય ચાર સ્વયંસેવકો ગંભીર + રીતે ઘાયલ થયા હતા. તાંગખુલ નાગા સમુદાયની સર્વોચ્ચ સંસ્વા, તાંગખુલ નાગા લોંગે, જમાંગની હત્યા પર ઊંડી સંવેદના વ્યકત કરી હતી. એક નિવેદનમાં, સંગઠને જણાવ્યું હતું કે સિરારાખોંગ અને સિનાકેઈવેઈ વિસ્તારોમાં વારંવાર હતી પ્રવૃત્તિઓ અને વિક્ષેપોને કારણે નાગા ગ્રામ રક્ષકો પેટ્રોલિંગ પર તૈનાત હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application