ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સરતાનપર ગામે દરિયામાં ડૂબી જવાથી બે માસૂમ બાળકોના મોત નીપયા હતા. યારે એક બાળકીનો આબાદ બચાવ થયો હતો.એક જ પરિવારના ત્રણ બાળકો દરિયામાં નહાવા પડા હતા. ત્યારે ઐંડા પાણીમાં ડૂબ્યા હતા. બે માસુમ ભાઈ–બહેનના મોત થતા સરતાનપર ગામ સહિત તળાજા પંથકમાં અરેરાટી સાથે શોકનું મોજુ ફરી વળ્યું હતું. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સરતાનપર–બંદર ગામે રહેતા પરિવાર ના ત્રણ માસુમ બાળકો 'ડાંડો'નામના વિસ્તાર પાસે દરિયા કાંઠે ગયા હતા.આ સ્થળે હાલ ખાળીયા ખોદવાનું કામ ચાલી રહ્યું હોવાથી ત્યાં મોટા ખાડાઓમાં દરિયાના પાણી ભરાયેલા હોય પાણી ભરાયેલા ખાળીયામાં ત્રણેય માસૂમ બાળકો નહાવા માટે ઉતર્યા હતા.તે દરમ્યાન અચાનક જ ઐંડા પાણીમાં ગરકાવ થઈ જતાં કાંઠે રહેલ અન્ય બાળકોએ બૂમાબૂમ કરી મૂકી હતી. બાળકોને ડૂબતા જોઈ આજુબાજુના કોલો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. અને તળાજા ફાયર વિભાગને જાણ કરતા ફાયર તેમજ પોલીસ કાફલો સરતાનપર–બંદર ગામે દોડી ગયો હતો. અને ફાયરનં જવાનોએ ત્રણેય બાળકોને બહાર કાઢીને તાત્કાલિક સારવાર માટે તળાજાની સરકારી હોસ્પિટલ ખસેડા હતા. યાં ફરજ પરના તબીબે આયુષ રમેશભાઈ જાદવ(ઉ. વ.૭)અને શિવાન્યા રમેશભાઈ જાદવ(ઉ. વ. ૯)ને તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં આઘાત અને શોક ચવાયો હતો. યારે રાજેશ્રી રમેશભાઈ જાદવ(ઉ. વ. ૧૧)ની સારવાર શ કરાઈ હોવાનું અને તેંજ સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે આયુષ રમેશભાઈ જાદવ અને શિવાન્યા રમેશભાઈ જાદવના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી અકસ્માતે મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. એક જ પરિવારના બે માસૂમ ભાઈ–બહેનના કણ મોતથી જાદવ પરિવાર પર આભતૂટી પડું હતું. અને માતા–પિતાના આક્રંદથી હોસ્પિટલનું વાતાવરણ ગમગીન બન્યું હતું. ઘટનાના પગલે સરતાનપર–બંદર ગામ સહિત તળાજા પંથકમાં અરેરાટી સાથે શોકનું મોજુ ફરી વળ્યું હતું.