BREAKING NEWS

ગાંધીગ્રામમાં સ્ટમ્પથી સામૂહિક હુમલાના કેસમાં દંપતી સહિત ત્રણને છ–છ માસની જેલ

  • April 04, 2026 04:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં પાડોશમાં રહેતા સગા સંબંધીઓ વચ્ચે પાણીનો બાટલો ઢોળી નાખવા જેવી નજીવી બાબતે ક્રિકેટના સ્ટમ્પથી હુમલાનાકેસમાં અદાલતે દંપતી સહિત ત્રણને છ માસની સજા અને દડં ફટકારતો હત્પકમ કર્યેા છે.
આ અંગેની હકીકત મુજબ, શહેરમાં રહેતા મીનાબેન રતનેશભાઈ સહાનીએ પાડોશમાં રહેતા તેના દેરાણીને પાણીની બાટલો ઢોળી નાખવા જેવી બાબતે ઠપકો આપતા બંને વચ્ચે થયેલી બોલાચાલીનો ખાર રાખી મીનાબેન સહાની પર વિજય બહાદુર સૂરજનાથ, નર્મદાબેન વિજય બહાદુર અને હરિનાબેન દિનેશભાઈ સહિત ત્રણે શખ્સોએ ક્રિકેટના સ્ટમ્પ વડે માર માર્યા અંગેની ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે ગુનાની તપાસ પૂર્ણ થતા અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યું હતું. બાદ કેસની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ સરકારી વકીલ ધર્મીલાબેન જોષી દ્રારા ફરિયાદી, તપાસનીશ, તબીબ અને સાહેદોને તપાસવામાં આવ્યા હતા. બાદ આરોપીઓને કાયદોનો ડર ન હોય અને ફરિયાદ પક્ષ કેસ પુરવાર કરેલો હોય તેમજ દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા. હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ટાંકેલા ચુકાદાઓ અને દલીલો ધ્યાને લઈ ૧૪મા અધિક ચીફ યુડિશિયલ મેજિસ્ટ્રેટ આર.ટી. રબારીએ વિજય બહાદુર, નર્મદાબેન વિજય બહાદુર અને રીનાબેન દિનેશભાઈને કલમ ૩૨૩ અને ૧૧૪માં તકસીરવાર ઠેરવી છ માસની સજા અને તમામને દડં ફટકારતો હત્પકમ કર્યેા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News