શહેરમાં લુખ્ખા તત્વોને પોલીસનો કોઇ ડર જ ન રહ્યો હોય તેમ મારામારી લુખ્ખાગીરી જેવા બનાવ તો ઠીક પણ હવે તો સરાજાહેર યુવતી અને સગીરાઓના છેડતીના બનાવો પણ સામે આવવા લાગ્યા છે.આવો જ વધુ એક બનાવ શહરેના ૮૦ ફટ રોડ પર બનવા પામ્યો છે. સામાકાંઠા વિસ્તારમાં સાંજના સમયે સ્કૂલેથી ત્રણ વિધાર્થીનીઓ સાથે સાયકલ લઈ ઘરે પરતી હતી ત્યારે પાછળથી એકિટવામાં ઘસી આવેલા ત્રણ લુખ્ખાઓએ એક વિધાર્થીનિને આંખથી ખરાબ ઈશારા કરી ગાળો આપી હાથ પકડી છેડતી કરી હતી. બહેનપણીને છોડાવવા વચ્ચે પડેલ સગીરાને પણ માથાના વાળ પકડી છાતી પર સ્પર્સ કરી ધક્કો મારી પાડી દેતાં તેની પાછળ આવતાં સગીરાના કાકાને સાથે પણ ઝપાઝપી કરી હતી.બનાવ અંગે પોલીસે ત્રણ શખસો સામે ગુનો દાખલ કરી તેની ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.આરોપીઓ પૈકી બે સગીરવયના હોવાનું માલુમ પડયું હતું.
બનાવ અંગે રાજકોટમાં સમાકાંઠા વિસ્તારમાં રહેતાં મહિલાએ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે સાહિલ પ્રકાશ સોલંકી (રહે.વેલનાથપરા શેરી નં.૨), અને તેની સાથેના બે શખસોના નામ આપ્યા છે. જેના આધારે બી. ડિવિઝન પોલીસે આરોપી વિદ્ધ પોકસો, છેડતી, નિર્લ હત્પમલો સાહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેમની ભાણેજ તેમના ઘરે રહી ધો.૯ માં અભ્યાસ કરે છે. દરરોજ તે બપોરના ૧૨ વાગ્યે સાયકલ લઈ સ્કૂલે જતી હોય અને સાંજના છ વાગ્યે તેણી તેના ભાઈ અને અન્ય વિધાર્થીની સાથે પરત ફરે છે. ગઈકાલે પણ તે બપોરના સ્કૂલે ગયાં બાદ તેના ભાઈ અને બહેનપણી સાથે સાંજે છ વાગ્યે સ્કૂલથી સાયકલ લઈ પરત આવતી હતી ત્યારે સ્કૂલથી થોડે આગળ પહોંચતા પાછળથી એકિટવમાં ઘસી આવેલા ટ્રીપલ સવાર શખ્સોમાંથી એક આરોપીએ સગીરાને આંખથી ખરાબ ઇશારા કરી ગાળો આપી હતી. તેમજ અન્ય આરોપીએ હાથ પકડી છેડતી કરી હતી.
ત્યારે સાથે રહેલ સગીરાની બહેનપણીએ તેને છોડાવવા વચ્ચે પડતાં તેને પણ માથાના વાળ પકડી છાતીમાં સ્પર્શ કરી ધક્કો મારી પછાડી દીધી હતી. દરમિયાન તેની પાછળ આવતાં સગીરાના કાકાએ દોડી જઈ છોડાવવા જતાં આરોપીએ તેમની સાથે ઝપાઝપી કરી હતી. બાદમાં આરોપીઓ નાસી છૂટવાનો પ્રયાસ કરતાં સાહિલ નામના શખ્સને પકડી પોલીસ હવાલે કર્યેા હતો.
બનાવ અંગેની ફરિયાદ પરથી બી. ડિવિઝન પોલીસે ગુનો નોંધી પીઆઇ એસ.એમ.જાડેજાની રાહબરીમાં પીએસઆઇ કે.ડી.મા અને ટીમે તપાસ હાથ ધરી ત્રણેય આરોપીઓને ઝડપી લીધા હતાં.ઝડપાયેલા આરોપીઓમાંથી સાહીલ સિવાયના અન્ય બંને આરોપી સગીરવયના હોવાનું માલુમ પડયું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝઘડિયાની દુષ્કર્મ પીડીતા દીકરીને શ્રદ્ધાંજલિ આપવા માટે જામનગર આપ દ્વારા કેન્ડલ માર્ચ યોજવામાં આવી
December 25, 2024 06:37 PMઅતિવૃષ્ટિ બાદ પાક સહાયમાં વંચિત લાલપુર પંથકના ખેડૂતોએ TDO ને આપ્યું આવેદન
December 25, 2024 06:31 PMઅમેરિકામાં ભારતીયોની માનવ તસ્કરી! કેનેડાની કોલેજો EDની રડાર પર, તપાસ ચાલુ
December 25, 2024 05:59 PMસંસદની બહાર એક વ્યક્તિનો આત્મવિલોપનનો પ્રયાસ, હાલત ગંભીર
December 25, 2024 05:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech