જેતપુર તાલુકા પાસે આવેલો સૂરવો ડેમ ઓવરફ્લો થતાં ડેમના ત્રણ દરવાજા 0.6 મીટર ખોલાયા

  • September 06, 2024 12:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જેતપુર તાલુકા પાસે આવેલો સૂરવો ડેમ ઓવરફ્લો થયાના સમાચાર સામે આવી રહ્યા છે. ડેમ ઓવર ફ્લો થતાં ડેમના ત્રણ દરવાજા 0.6 મીટર ખોલવામાં આવ્યા છે. ડેમ વિસ્તારમાં આવતા હેઠવાસના ગામોના લોકોને સાવચેત રહેવા સૂચના તંત્ર દ્વારા આપવામાં આવી છે.



વિગતવાર વાત કરીએ તો રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકા પાસે આવેલ સુરવો ડેમ પૂર્ણ સપાટીએ ભરાઈ જતાં ડેમના ત્રણ દરવાજા 0.6 મીટર ખોલવામાં આવ્યા છે. હાલ વરસાદી પાણીની આવક ચાલુ છે. જેના કારણે ડેમ વિસ્તારમાં આવતા હેઠવાસના ગામોના લોકોને સાવચેત રહેવા સૂચના તંત્ર દ્વારા આપવામાં આવી છે.


આ ગામને કરાયા એલર્ટ

જેતપુર તાલુકા પાસે આવેલો સૂરવો ડેમ ઓવરફ્લો થતાં થાનાગલોલ, ખીરસરા, ખજૂરી ગુંદાળા સહિતના ગામોના ગ્રામજનોને નદીના પટ વિસ્તારમાં અને નીચાણવાળા વિસ્તાર પર ન જવા જિલ્લા સિંચાઈ પૂર્વ વર્તુળ એકમની યાદીમાં જણાવાયું છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application