શહેરમાં જુગારના ત્રણ દરોડા, 12 મહિલા સહિત 18 ઝડપાયા

  • March 23, 2024 05:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરમાં પોલીસે ત્રણ સ્થળે જુગારના દરોડા પાડી 12 મહિલા સહીત 18 શખસોને ઝડપી પાડી કુલ રૂ.88,320ની મત્તા કબ્જે કરી કાર્યવાહી કરી છે.
પોલીસ સૂત્રોમાં નોંધાયેલી વિગત મુજબ એલસીબી ઝોન-1 એસીપી સજ્જનસિંહ પરમારની સૂચનાથી પીએસઆઇ બી.વી.બોરીસાગર સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે પો.હેડ.કોન્સ.વિજેન્દ્રસિંહ ઝાલા અને જીતુભા ઝાલાને ચોક્કસ બાતમી મળી હતી કે, કોઠારીયા રોડ પર શ્યામ પાર્કમાં રહરતોપ કાનો રામભાઈ ગમારા પોતાના મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડી રહયો છે. જે બાતમીના આધારે પોલીસે દરોડો પાડી મકાન માલિક કાના રામભાઈ ગમારા, માધવજી પરસોતમભાઇ પ્નારા (રહે,રાધા મીરા પાર્ક), રામદેવસિંહ બહાદુરસિંહ ઝાલા (રહે-ન્યુ શક્તિ સોસાયટી-3, સંત કબીર રોડ), પ્રકાશ ધીરુભાઈ કમેજડીયા (રહે-રંગીલા સોસાયટી,નવાગામ), દિવ્યાબેન મહેશભાઈ કાથરાણી (રહે-આનંદનગર), શોભનાબેન પ્રવીણભાઈ જોષી (રહે-લક્ષ્મીનગર ક્વાર્ટર) તમામને પકડી પાડી રોકડ 72,500ની મત્તા કબ્જે કરી ગુનો નોંધ્યો છે.
બીજા દરોડામાં જીવરાજ પાર્ક પાસે આવેલા લક્ષમણ ટાઉનશીપ રહેતી રીટાબા નરેન્દ્રસિંહ ગોહિલ નામની મહિલા પોતાના ફ્લેટમાં જુગાર રમાડતી હોવાની બાતમીના આધારે તાલુકા પોલીસે દરોડો પાડી મકાન માલીક રીટાબા નરેન્દ્રસિંહ ગોહિલ, મનીષાબેન દિપકભાઈ પરમાર, દક્ષાબેન અનિલભાઈ ચન્દ્રોલા, રૂપલ આશિષભાઈ વ્યાસ, રમીલા નરેન્દ્રભાઈ ચંદ્રપાલ, મધુબેન જીતેન્દ્રભાઈ શાહ, સ્નેહલ ભાવિનભાઈ કાવડિયા, ભાવનાબેન રસિકભાઈ ટીલવા, અંકિતા જીતેનભાઈ વેકરીયા, જયાબેન હીરાદાસભાઈ કાપડિયાને ઝડપી પાડી તમામ પાસે રહેલી રોકડ રૂ. 10,140ની મત્તા કબ્જે કરી તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધ્યો છે. ત્રીજા દરોડામાં જંક્સન રોડ પર એન્જોય હોટેલ પાસે જાહેરમાં જુગાર રમતા અલ્પેશભાઈ શાંતિલાલ વસાવા (રહે-જંક્સન મેઈન રોડ), અશ્વિન ઉમેશભાઈ હળવદિયા (રહે-રૂખડિયાપરા), અનિલ વિનોદભાઈ હળવદીયા (રહે-રૂખડિયા પરા) ત્રણેય શખસોને પ્ર.નગર પોલીસે ઝડપી લઈ રોકડ 5680ની મતા કબ્જે કરી ગુનો નોંધ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application