જામજોધપુર ગ્રામ્ય વિસ્તારમાં જુગારના ત્રણ દરોડા: સાત મહિલા સહિત ૨૧ ઝડપાયા

  • September 09, 2024 11:46 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામજોધપુર પોલીસે કોટડાબાવીસી, મેવાસા આંબરડી અને મહીકી ગામેથી જુગાર રમતા સાત મહિલા સહીત ૨૧ વ્યકિતઓને જુગાર રમતા ઝડપી પાડી તમામ પાસે રહેલી કુલ રોકડ ૩૪,૭૨૦ની મત્તા કબ્જે કરી કાર્યવાહી કરી છે.
પ્રા વિગત મુજબ જામજોધપુર પોલીસ મથકના પીઆઇ એ.એસ.રબારીના માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા ત્યારે પો.કોન્સ. વલ્લભભાઈ ભાટુ અને મયુરસિંહ જાડેજાને ચોક્કસ માહિતી મળી હતી કે, કોટડા બાવીસી ગામે શેરી નં–૨માં કેટલીક મહિલાઓ જાહેરમાં તીનપતીનો જુગાર રમી રહી છે. જે બાતમીના આધારે દરોડો પાડતા જોશ્નાબેન જેન્તીભાઇ વાછાણી, પૂનમબેન સુનિલભાઈ બુઢાણી, રેખાબેન હસમુખભાઈ કંટારીયા, ઇન્દુબેન સુભાસભાઈ કણસાગરા, ઉષાબેન અશ્વિનભાઈ કણસાગરા, રસીલાબેન અરવિંદભાઈ મા અને રાધિકાબેન મહેન્દ્રભાઈ ડેડાણિયા (રહે–તમામ કોટડા બાવીસી)ને ઝડપી પાડી રોકડ ૧૦,૩૪૦ની મત્તા કબ્જે કરી હતી. જયારે પો. કોન્સ. ભગીરથસિંહ જાડેજા અને રવીન્દ્રસિંહ જાડેજાની બાતમીના આધારે મહીકી ગામ નજીક જુગારનો દરોડો પાડતા કલ્પેશ મગનભાઈ કુડેચા, જેશીંગ ચકાભાઈ કુડેચા, રોહિત ભનાભાઇ કુડેચા, મુળજી ચકાભાઈ કુડેચા, રમેશ ચોથાભાઈ કુડેચા, રાહત્પલ ત્રિભોવનભાઇ ગાંગડિયા (રહે તમામ મહીકી) પોલા છગનભાઈ ગાંગડિયા (રહે મોડપર, તા.ભાણવડ) ને પકડી પાડી રોકડ ૧૪,૧૫૦ની મત્તા કબ્જે કરી હતી ત્રીજા દરોડામાં મેવાસા આંબરડી ગામે જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અંજવાળે જુગાર રમતા કુલદીપ ભરતભાઈ પાટડીયા, અર્જુન ભીખાભાઇ રાઠોડ, ભરત જીવાભાઈ પાટડીયા,જેન્તી પુનાભાઈ કુડેચા,મોલ લાલાભાઇ ચૌહાણ (રહે તમામ–મેવાસા આંબરડી), સુરેશ વીરજીભાઈ મેથાણીયા (રહે તરસાઈ)ને ઝડપી પાડી રોકડ ૧૦,૨૩૦ની મત્તા કબ્જે કરી હતી. આ દરોડો પો.કોન્સ.નવલભાઈ આસાણી, મયુરસિંહ જાડેજા સહિતની બાતમીના આધારે પાડવામાં આવ્યો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application