હમાપરમાં ખેતરમાં કામ કરતા 50 અને 33 વર્ષના બે વ્યકિતના હૃદયના ધબકારા એકા એક બંધ થયા : શહેરમાં દાંડીયા કીંગ અને જજ તરીકે જાણીતા જીજ્ઞેશ ભટ્ટનું હૃદય બંધ પડી ગયું : સતત વધી રહયા છે કાર્ડીયાક એરેસ્ટના ચિંતાજનક કિસ્સા
કોરોના કાળ બાદ નાની વયે હાર્ટ એટેક અને કાડીયર્કિ એરેસ્ટના બનાવોનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહયું છે, તાજેતરમાં જુદા જુદા વિસ્તારોમાં 3 થી 4 વ્યકિતના હાર્ટએટેકથી મૃત્યુ થયાના કિસ્સા તાજા છે ત્યાં એક જ દિવસમાં જામનગર પંથકમાં 3 વ્યકિતના હાર્ટએટેકથી મૃત્યુ નિપજતા ઘેરા શોકની લાગણી ફેલાઇ ગઇ છે જેમાં હમાપર ગામમાં એક આધેડ અને યુવાનના હૃદય બંધ પડી ગયા છે જયારે જામનગરમાં દાંડીયા કીંગ અને જજ તરીકે સેવા આપતા આધેડનું હાર્ટએટેકથી મૃત્યુ નિપજયુ છે.
ધ્રોલ તાલુકાના હમાપર ગામમાં એક જ દિવસમાં બે વ્યકિતને હાર્ટના હુમલા આવ્યા હતા, મળતી વિગત મુજબ હમાપર ગામે રહેતા કાથડભાઇ ચનાભાઇ મંઢ (ઉ.વ.50) અને હરેશભાઇ લાખાભાઇ મંઢ (ઉ.વ.33) આ બંનેને ખેતરે કામ કરતી વેળાએ હાર્ટએટેક આવતા મૃત્યુ નિપજયા હોવાનું બહાર આવ્યુ છે. બે વ્યકિતના ભોગ લેવાતા હમાપર ગામમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતું.
આ ઉપરાંત જાણવા મળતી વિગત મુજબ જામનગરના જલાની જાર ચોકસી ફળી વિસ્તારમાં રહેતા દાંડીયા કીંગ જીજ્ઞેશ ભાસ્કરરાય ભટ્ટ (ઉ.વ.53) નામના વિપ્ર આધેડનું હૃદય રોગના હુમલાથી અવસાન થતા ગમગીની છવાઇ હતી. તેમના નિવાસ સ્થાનેથી અંતીમયાત્રા નીકળતા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
ઉલ્લેખનીય છે કે જામનગરના જીજ્ઞેશભાઇ ભટ્ટ દાંડીયા કીંગ અને અનેક નવરાત્રી મહોત્સવમાં નિણર્યિક તરીકે સેવા આપી છે, તેમના અકાળે મૃત્યુથી પરિવારજનો અને વિશાળ મિત્ર વર્તુળોમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ ગઇ છે.
અત્રે એ પણ નોંધનીય છે કે છેલ્લા કેટલાક સમયથી જામનગર સહિત અન્ય વિસ્તારોમાં હૃદયરોગના જીવલેણ હુમલાના બનાવો ચિંતાજનક રીતે વધી રહયા છે, ખાસ કરીને કોરોના કાળ બાદ યુવા વર્ગમાં હાર્ટએટેક-કાર્ડીયાક એરેસ્ટના કિસ્સા વધી રહયા છે તાજેતરમાં જ જામનગર અને દ્વારકા જિલ્લામાં નાની વયે હૃદય બંધ પડી જવાથી મૃત્યુના જુદા જુદા બનાવો સામે આવ્યા હતા જેમાં પણ 18 થી લઇને 42 વર્ષ સુધીના યુવાનોમાં હાર્ટએટેકનું પ્રમાણ વધુ જોવા મળી રહયુ છે જે બાબતે ચિંતા પ્રસરાવી છે. દરમ્યાન ગઇકાલે એક જ દિવસમાં જામનગર પંથકમાં 3 વ્યકિતના હૃદય બંધ પડી ગયાના બનાવ સામે આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅડવાણાના યુવાને સી.આઇ.એસ.એફ.ની તાલીમ પૂર્ણ કરી
November 22, 2024 01:49 PMપોરબંદરની સરકારી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા રાજકોટના યુવાનનુ પર્સ પ્રામાણિકતાથી પરત અપાયુ
November 22, 2024 01:48 PMહીરાપન્ના કોમ્પલેકસમાં થયેલ ચોરી અંગે નોંધાશે ગુન્હો
November 22, 2024 01:48 PMહીરાપન્ના કોમ્પલેકસમાં થયેલ ચોરી અંગે નોંધાશે ગુન્હો
November 22, 2024 01:47 PMપોરબંદર-રતનપર રોડ પર આવેલી ઝુરીઓ ફેરવાઈ રહી છે ઉકરડામાં
November 22, 2024 01:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech