જામનગરના તાપમાનમાં ત્રણ ડીગ્રીનો વધારો: લોકો ત્રાહિમામ્

  • May 28, 2021 11:14 AM 

બપોરના 11થી 5 દરમિયાન બફારો વધતાં લોકો પરસેવાથી રેબઝેબ: 45 કિમીની ઝડપે પવન ફૂંકાયો

જામનગર સહિત સમગ્ર હાલારમાં સાંજ પડતાં જ પવન ફૂંકાય છે, ગઈકાલે સાંજે 45 કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો પરંતુ દિવસ દરમિયાન અસહ્ય બફારો જોવા મળ્યો હતો. ખાસ કરીને 11થી 5 દરમિયાન તો આકાશમાંથી અગન ગોળા વરસ્યા હોવાનો લોકોએ અનુભવ કર્યો હતો, તાપમાન 3 ડીગ્રી વધીને 37.5 ડીગ્રીએ પહોંચ્યું હતું. આગામી દિવસોમાં હજુ ગરમી પડશે તેવી હવામાન ખાતાની આગાહી છે.

ક્ધટ્રોલ મના જણાવ્યા મુજબ વધુમાં વધુ તાપમાન 37.5 ડીગ્રી, ઓછામાં ઓછુ 28 ડીગ્રી, હવામા ભેજ 65 ટકા અને પવનની ગતી 30 થી 45 કીમી રહી હતી.

હાલારમાં ગરમીમા વધારો, ધટાડો થઇ રહયો છે, છ-સાત દિવસથી ગરમીથી લોકો તોબા પોકરી ગયા છે, અકળાઇ રહયા છે, ધીરે ધીરે લોકો આઇસક્રીમ, ગોલા, બરફ, કુલ્ફી, ઠંડાપીણા, સરબતનું વેચાણ વધી રહયું છે. ચારે કોર ગરમીનો માહોલ છે જો કે કેટલાક ગામડાઓમાં આજે પણ વાદળા છવાયા હતા જેને કારણે લોકો ખુબ જ હેરાન, પરેશાન થઇ ગયા હતા. ખેડુતો નો કેરીનો પાક બગડી ગયો હતો, જો કે સમગ્ર રાજયમાં કેરીના પાકને ભારે નુકશાન થયું છે.

જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ગરમીના માહોલથી ખરીદી ઉપર પણ અસર પડી છે, વાવાઝોડાની અસર બાદ છેલ્લા ચાર-પાંચ દિવસથી ગરમીનો માહોલ વધી રહયો છે, ખાસ કરીને હવામાં ભેજ ખુબ જ વઘ્યો છે જેને કારણે લોકો બફારો અનુભવી રહયા છે. આજ સવારથી જ જામનગરના કેટલાક વિસ્તારોમાં અસહ્ય ગરમી વચ્ચે કેટલાક વિસ્તારોમાં વિજકાપ લાદી દેવાતા લોકો ભારે અકળાઇ ઉઠયા હતા, હજુ તો બપોર બાદ વધુ ગરમી પડે તેવી શકયતા છે ત્યારે હવે પ્રિ-મોન્સુનની કામગીરી પીજીવીસીએલ દ્વારા કરવામાં આવી રહી છે. તેમા ઝડપ દાખવે તો લોકોની પરેશાની ઘટી શકે.

એક જ દિવસમાં તાપમાન ત્રણ ડીગ્રી વધી ગયું છે, ખાસ કરીને જામનગર જિલ્લામાં દરિયાકાંઠો હોય ભેજનું પ્રમાણ વધે છે એટલે અન્ય જિલ્લા કરતાં જામનગરમાં ગરમીનું પ્રમાણ વધુ રહે છે. આગામી દિવસોમાં હજુ પણ અસહ્ય ગરમી રહેશે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે. હાલ તો બપોરના અસહ્ય લૂ વરસી રહી છે અને એ વચ્ચે આજે પણ જામનગરના કેટલાંક વિસ્તારોમાં પ્રિ-મોન્સૂન કામગીરીના બહાને શટ્ટડાઉન કરી નાખતાં લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યાં હતાં.

ગઇકાલની જેમ બફારો તો યથાવત રહયો છે, કાલાવડ, ખંભાળીયા, જામજોધપુર, કલ્યાણપુર, ભાણવડ, લાલપુર, ધ્રોલ જોડીયા, ફલ્લા, રાવલ, સલાયા સહિતના વિસ્તારોમાં અને આજુબાજુના ગામડાઓમાં ગરમીમા થોડી રાહત થઇ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS