ગુજરાતની ત્રણ સહકારી બેન્કને રિઝર્વ બેન્કે ફટકાર્યેા તગડો દંડ

  • September 15, 2023 12:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારતીય રિઝર્વ બેંકે ગુજરાતની ત્રણ સહીત દેશની ચાર બેંકો પર ભારે દડં ફટકાર્યેા છે. આ બેંકોએ સરકારનાનિયમોની અવગણના કરી છે. આરબીઆઈએ એક આદેશમાં કહ્યું કે તપાસ દરમિયાન આ બેંકોએ માર્ગદર્શિકાનું પાલન કયુ નથી જેના કારણે તેમના પર ભારે દડં લગાવવામાં આવી રહ્યો છે.દેશની મધ્યસ્થ બેંકે આ ચાર બેંકોના નામ જાહેર કર્યા છે જે સહકારી બેંકો છે. આરબીઆઈના જણાવ્યા અનુસાર જે બેંકો પર દડં ફટકારવામાં આવ્યો છે તેમાં ગુજરાતની બેચરાજી નાગરિક સહકારી બેંક, વાઘોડિયા અર્બન કો–ઓપરેટિવ બેંક અને વિરમગામ મર્કેન્ટાઈલ કો–ઓપરેટિવ બેંકનો તથા મહારાષ્ટ્ર્રની બારામતી કો–ઓપરેટિવ બેંકનો સમાવેશ થાય છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ આ તમામ બેંકો પર અલગ–અલગ કારણોસર દડં લગાવ્યો છે અને તમામ બેંકોને નિયમોનું પાલન કરવાનો નિર્દેશ આપ્યો છે. જો તેઓ નિયમોનું પાલન ન કરે તો દડં અને નિયંત્રણો લાદવામાં આવી શકે છે. નોંધનીય છે કે થોડા દિવસો પહેલા જ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ સાઈબર સુરક્ષાના નિયમોની અવગણના કરતી અન્ય બેંક પર દડં લગાવ્યો હતો. એપી મહેશ કો–ઓપરેટિવ બેંકને . ૬૫ લાખનો દડં ફટકારવામાં આવ્યો હતો. હેકર્સે આ બેંકોમાં ઘૂસીને ૧૨.૪૮ કરોડ પિયા ઉપાડી લીધા હતા.રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના નિયમો અનુસાર જે બેંકો પર દડં લાદવામાં આવે છે. તેની ચૂકવણી બેંકોએ જ કરવાની રહેશે. તેમાં ખાતું ખોલાવનારા લોકોએ આ રકમ ચૂકવવાની નથી અને ન તો તેના પર કોઈ પ્રકારનો ચાર્જ ચૂકવવો પડશે. આ દડં બેંક દ્રારા જ ભરવાનો રહેશે.

કઈ બેંકને કેટલો દડં ફટકારાયો?
– બેચરાજી નાગરિક સહકારી બેંક પર ૨ લાખ
– વાઘોડિયા અર્બન કો–ઓપરેટિવ બેંકને ૫ લાખ
– વિરમગામ મર્કેન્ટાઈલ કો–ઓપરેટિવ બેંકને ૫ લાખ
– બારામતી કો–ઓપરેટિવ બેંક પર ૨ લાખ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application