જામનગર અને જોડિયામાં દારૂની બોટલો સાથે ત્રણ શખ્સની ધરપકડ

  • March 18, 2021 11:21 AM 

એકનું નામ ખૂલ્યું, દારૂ તથા કાર કબજે લેતી પોલીસ

જામનગરના દિગ્વિજય પ્લોટ 58માં એક મકાનમાં પોલીસે દરોડો પાડીને શરાબની 14 બોટલ સાથે એક ને દબોચી લીધો હતો જેમાં દારૂ આપનારનું નામ ખૂલ્યું હતું જ્યારે જોડિયાના લીંબુડા પાટીયા પાસે પોરબંદરના બે શખ્સો કાર લઈને નીકળ્યા હતા જેની તલાસી લેતા દારૂની ત્રણ બોટલ મળી આવતાં કુલ બે લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

જામનગરના દિગ્વિજય પ્લોટ 58માં ટ્રાન્સપોર્ટ વાળી ગલીમાં રહેતા જીતુ નારણ કનખરા ઉમર વર્ષ 24 નામના શખ્સના ભોગવટાના મકાનમાં પોલીસે દરોડો પાડીને ઈંગ્લીશ દારૂની 14 બોટલ સાથે દબોચી લીધો હતો. આ દારૂનો જથ્થો જામનગરના ખીજડા મંદિર ની વાડી, મામા સાહેબના મંદિર પાસે રહેતા અનિલ લહેરી દામા એ પૂરો પાડયો હોવાનું ખુલ્યું છે. બંનેની સામે સીટી એ મા પ્રોહીબીશન મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

અન્ય એક બનાવમાં પોરબંદરના છાયા નવાપરા બાલવીર નગર ચોક ખાતે રહેતા મહંમદ હુસેન અકબર ખોડ ઉંમર વર્ષ 23 અને પોરબંદરના સીતારામ નગરમાં રહેતા અમીન રહીમ ખોડ ઉ. વર્ષ ૩૦ નામના શખ્સોને જોડિયા પોલીસે લીંબુડા ગામના પાટિયા પાસેથી પકડી લીધા હતા.

સ્વીફ્ટ ગાડી નંબર જીજે 3 જે.આર 0942ની તલાશી લેતાં તેમાંથી દારૂની ત્રણ બોટલ મળી આવી હતી. તેમજ એક મોબાઇલ મળી આવ્યો હતો પોલીસ દ્વારા કુલ 204,000 મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS