ભાવનગરમાંથી બનાવટી ચલણી નોટનું રેકેટ એલસીબી પોલીસે ઝડપી પાડ્યું હતું. શહેરના નવાપરા અને નિર્મળનગર વિસ્તારમાં રહેતા ત્રણ શખ્સોને પોલીસે ઉઠાવી લીધા હતા. લોકલ ક્રાઈમ બ્રાન્ચને મળેલી પુર્વ બાતમી આધારે રેડ પાડી પ્લોટ ગેટ પોલીસ ચોકી પાસે જાહેરમાં જાલીનોટનો વહીવટ કરી રહેલા નિર્મળનગર અને નવાપરાના ત્રણ શખ્સને ઝડપી લઈ તેના કબજામાંથી રૂા ૫૦૦ના દરની ૬૨ નોટ મળી આવતા કબજે લઈ શખ્સની ચાર મોબાઈલ, રોકડ, જાલીનોટ, એક એક્સેસ કબજે કરી ત્રણેયને ઝડપી લીધા હતા.
આ બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમ્યાન બાતમીરાહે હકીકત મળેલ કે, નૈતિક ભાવેશભાઈ મોદી તથા જયરાજસિંહ ગોહિલ (રહે. બંને નિર્મળનગર,ભાવનગર) તથા તૌશીફરફિકભાઈ પરમાર (રહે.નવાપરા, ભાવનગર) તેઓનાં કબ્જાનાં એકસેસ સ્કુટર રજી.નંબર-GJ-૦૪-EF ૩૯૮૯ લઇને ભાવનગર પ્લોટ ગેટ પોલીસ ચોકીની બાજુમાં તથા જાહેર શૌચાલયની વચ્ચે નવા બાંધકામવાળા બિલ્ડીંગની પાછળના ભાગે જાહેર રોડ ઉપર ઉભા રહીને ભારતીય ચલણની બનાવટી નોટોનો વહિવટ કરવા માટે ઉભેલ છે. જે માહિતી આધારે બાતમીવાળી જગ્યાએ રેડ કરી તપાસ હાથ ધરતા નૈતિક ભાવેશભાઈ મોદી (ઉ.વ.૧૯ રહે.પ્લોટ નંબર-૧૧૮/એ, શેરી નંબર-૫, ડંકીવાળો ચોક, નિર્મળનગર, ભાવનગર), તૌશીફ રફિકભાઈ પરમાર (ઉ.વ.૨૫ રહે.ફ્લેટ નંબર-૩૦૩, શીફા ફ્લેટ, કેસરબાઈ મસ્જીદ વાળા ચોકમાં,નવાપરા, ભાવનગર), જયરાજસિંહ પ્રફુલસિંહ ગોહિલ (ઉ. વ.૨૩ રહે.પ્લોટ નંબર-૧૧૩, ભકિત શેરી, નિર્મળનગર, ભાવનગર) મળી આવતા તમામની અટક કરી તેની તલાશી લેતા શખ્સોના કબજામાંથી ભારતીય અર્થતંત્રને નુકસાન પહોચાડવાના ઈરાદે અને પોતાના અંગત આર્થિક ફાયદા માટે બનાવટી ભારતીય ચલણની રૂ.૫૦૦/-ના દરની બનાવટી નોટ નંગ-૬૨ મળી આવતા બરામત કરી શખ્સોના કબજા ભોગવટામાંથી રોકડ, એક ટેબલેટ, ચાર મોબાઈલ એક એકસેસ મળી કુલ રૂા. ૧,૧૬,૩૧૦ના મુદ્દામાલ કબજે લઈ તેઓ વિરૂધ્ધ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં આઈપીસી. ૪૮૯બી, ૪૮૯સી, ૧૨૦બી, ૩૪, મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જ્યારે આ જાલી નોટો અંગે પોલીસે પૂછપરછ કરાતા તેઓના કબજામાં રહેલી જાલીનોટનો જથ્થો દિલ્હીના ઈન્દ્રકલ્યાણ વિહાર કેમ્પ, દક્ષિણમાં રહેતા રાજીવ રંજન ઉર્ફે રાજવીર સીયારામ મહતો આપી ગયાની કબુલાત આપી હતી. જેના પગલે નિલમબાગ પોલીસ મથકમાં દિલ્હીના શખ્સ સામે ગુનો દાખલ થવા પામ્યો હતો. અને પોલીસે તે દિશામાં વધુ તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો.
ભાવનગર શહેરના નિર્મલનગર અને નવાપરાના ત્રણ શખ્સોને એલસીબી ટીમે બનાવટી ચલણી નોટો સાથે ઝડપી લીધા હતા. પોલીસે પ્લોટ ચોકી પાસેથી નૈતિક મોદી, જયરાજસિંહ ગોહિલ અને તૌફીક પરમારને જાલી નોટ નંગ ૬૨ જેની કિંમત રૂપિયા ૩૧ હજાર મળી કુલ રૂપિયા ૧,૧૬,૩૧૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. ત્યારે જિલ્લા પોલીસ વડા ડૉ. હર્ષદ પટેલની ઉપસ્થિતિમાં ત્રણેય આરોપીઓનું રી-કંટ્રકશન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત પોલીસ દ્વારા ત્રણેય શખ્સોને સાથે રાખી અલકા સિનેમા નજીક આવેલી દુકાનો સહીતની જગ્યાઓ પર લઇ જઈ અને જરૂરી તપાસ હાથ ધરી હતી. આ અંગે ઝડપાયેલા શખ્સોની સઘન પૂછપરછ કરી વધુ કોઈ સંડોવાયેલું છે કે કેમ તે સહીતની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ TRP અગ્નિકાંડ બાદ મનપાના વધુ એક અધિકારી ACBના સકંજામાં, 75 લાખની અપ્રમાણસર મિલકતનો ખુલાસો
April 02, 2025 08:49 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, હવામાન વિભાગની હીટવેવની આગાહી
April 02, 2025 08:40 PMડીસા બ્લાસ્ટ કેસ: સરકાર દ્વારા કમિટીની રચના, 15 દિવસમાં રિપોર્ટ સોંપશે
April 02, 2025 07:48 PMઈદ પર એટલા ગોલગપ્પા ખાધા કે 213 બાંગ્લાદેશી હોસ્પિટલમાં દાખલ થયા, 14ની હાલત ગંભીર
April 02, 2025 07:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech