ગોંડલમાં ભરેલ કબજાવાળી મિલકત પચાવનાર બિટુ જાડેજા સહિત ત્રણ ઝડપાયા
ગોંડલમાં ભરેલ કબજાવાળી મિલકત પચાવનાર બિટુ જાડેજા સહિત ત્રણ ઝડપાયા
May 18, 2026 10:59 AM
ગોંડલની નાની બજારમાં આવેલ કલા નિકેતન નોવેલ્ટી સ્ટોર નામની પાઘડી પનાની દુકાન ખાલી કરાવવા માટે આરોપી ભર્ગરાજસિંહ ઉર્ફે બીટુ જાડેજા તથા તેની સાથે રહેલા જયરાજસિહ જાડેજા અને વિરાગસિંહ જાડેજાએ વેપારી ગૌરવભાઈ જોશી પર દબાણ કયુ હતું. વેપારીએ દુકાન ખાલી કરવાની સ્પષ્ટ્ર ના પાડતા, આરોપીઓએ ધુળેટીની રાત્રીનાં કૈલાશ કોમ્પ્લેક્ષમાં લાકડાના ધોકા અને લોખંડના પાઇપ વડે આડેધડ માર માર્યેા હતો. આ હત્પમલામાં વેપારીને બંને હાથ અને પગમાં ફ્રેકચર કરી જાનથી મારી નાખવાની કોશિશ કરવામાં આવી હતી. આ સમયે વેપારીને બચાવવા વચ્ચે પડેલા તેના મિત્ર હરદીપભાઈને પણ આરોપીઓએ માર મારી હાથમાં ફ્રેકચર કયુ હતું. આ ગંભીર બનાવ અંગે ગોંડલ સીટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગુનો કર્યા બાદ આરોપીઓ લાંબા સમયથી ફરાર હતા અને ગોંડલ કોર્ટે તેમની સામે વોરટં પણ ઇશ્યૂ કર્યા હતા. રાજકોટ રેન્જ ડીઆઇજી નિર્લિ રાય અને રાજકોટ ગ્રામ્ય એસપી વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને પકડવા સૂચના આપવામાં આવી હતી. જેના આધારે એલસીબીના પીઆઇ જે.પી. રાવની આગેવાનીમાં અલગ–અલગ ટીમો બનાવવામાં આવી હતી. આ તપાસ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ ભાવેશભાઈ મકવાણાને બાતમી મળી હતી કે આરોપીઓ મુંબઈના સાંતાક્રુઝ વિસ્તારમાં એક હોટેલમાં છુપાયેલા છે. આ માહિતીના આધારે તાત્કાલિક એલસીબીની ટીમ મુંબઈ પહોંચી હતી અને ત્રણેય આરોપીઓને એક હોટલમાંથી ઝડપી પાડી આગળની કાર્યવાહી માટે ગોંડલ એ–ડિવીઝન પોલીસને સોંપી દીધા છે. ઝડપાયેલા આરોપીઓમાં ગોંડલ રેલ્વે સ્ટેશન પાસે રહેતાં ભર્ગરાજસિંહ ઉર્ફે બીટ્ટત્પ રઘુરાજસિંહ જાડેજા, જયરાજસિંહ ગીરીરાજસિંહ જાડેજા, વિરાગસિંહ ધર્મેન્દ્રસિંહ જાડેજાનો સમાવેશ થાય છે. મુખ્ય આરોપી ભર્ગરાજસિંહ ઉર્ફે બીટુભા જાડેજા સામે અગાઉ ગોંડલ સિટી અને તાલુકા પોલીસ સ્ટેશનમાં મારામારી, ધમકી આપવી, એટ્રોસિટી અને દાબંધી ભગં (પ્રોહીબીશન) સહિતના કુલ ૯ જેટલા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂકયા છે. યારે અન્ય આરોપીઓ સામે પણ અગાઉ ગુના નોંધાયેલ છે. આ કામગીરીમાં એલસીબી પીઆઈ જે.પી. રાવ, પીએસઆઈ એચ.સી. ગોહિલ સહિત એલસીબી શાખાનો અન્ય પોલીસ સ્ટાફ જોડાયો હતો