જામનગર-દરેડમાં દારૂની હેરાફેરી કરતા ત્રણ ઝડપાયા

  • May 25, 2021 11:19 AM 

બાઈક અને શરાબની બોટલો કબજે લેતી પોલીસ

જામનગરના દરેડ જીઆઇડીસી ફેસ ટુ વિસ્તારમાં બાઈકમાં દારૂની 8 બોટલ લઈને નીકળેલા બે શખ્સોને દબોચી લીધા હતા જ્યારે વાલ્કેશ્વરી નગરી વિસ્તારમાંથી રામેશ્વર નગરના એક શખ્સને શરાબની પાંચ બોટલ સાથે પકડી લીધો હતો.

જામનગરના દરેડ જીઆઇડીસી ફેસ ટુ, સંગમ ચોક ખાતે પંચકોશી બી ડિવિઝન દ્વારા બાતમીના આધારે દારૂ અંગે તપાસ કરીને અંગ્રેજી દારૂની 8 બોટલ તથા મોટરસાયકલ નંબર જીજે 10સીડી 7763 મળી કુલ 24 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

દરોડા દરમિયાન પોલીસે કનસુમરા ગામના ટાંકા પાસે રહેતા વિજય રાજા બાંભવા અને દરેડ જીઆઇડીસી ઈલેક્ટ્રીક ઝોન પ્લોટ નંબર7374 ખાતે રહેતો અને મૂળ નંદાણા ગામનો અરજણ ભગત બંધીયા આ બન્ને શખ્સોને પકડી લીધા હતા અને પ્રોહીબીશન મુજબ ફરિયાદ નોંધી હતી

અન્ય એક દરોડામાં જામનગરના વાલ્કેશ્વરીમા પોલીસે બાતમીના આધારે રામેશ્વર નગર શેરી નંબર એકમાં રહેતા દિનેશ શશીકાંત વજાણી નામના શખ્સને વિદેશી દારૂની પાંચ બોટલ લઈને નીકળતા પકડી લેવાયો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS