જામનગરમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા ત્રણ ઝડપાયા

  • May 04, 2023 11:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શાંતીનગરમાં 168 બોટલ અને ઇકો કબ્જે લેતી એલસીબી : હોમગાર્ડ સહિત બે ના નામ ખુલ્યા : દરેડ અને દિ.પ્લોટમાં દરોડા

જામનગરના શાંતીનગર વિસ્તારમાં એલસીબીની ટુકડીએ બાતમીના આધારે દરોડો પાડી એક શખ્સને અંગ્રેજી દારૂની 168 બોટલ, મોબાઇલ અને ઇકો કાર મળી 2.72 લાખના મુદામાલ સાથે પકડી લીધો હતો, જેમાં હોમગાર્ડ સહિત બે ના નામ ખુલ્યા હતા. જયારે દરેડ જીઆઇડીસીમાં બે શખ્સોને ઇંગ્લીશ દારૂની બોટલો સાથે દબોચી લીધા હતા તેમજ દિ.પ્લોટ-64માં ઇંગ્લીશ દારૂની 10 બોટલ કબ્જે કરી હતી જયારે આરોપી રફુચકકર થઇ ગયો હતો.

જામનગર જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ દારૂ જુગારના કેશ શોધી કાઢવા સુચના કરી હોય જે અન્વયે એલસીબી પીઆઇ જે.વી. ચૌધરીના માર્ગદર્શન મુજબ એલસીબી પીએસઆઇ આર.કે. કરમટા, પીએસઆઇ એસ.પી. ગોહીલ, પીએસઆઇ પી.એન. મોરી તથા સ્ટાફના માણસો શહેર વિસ્તારમાં કાર્યરત હતા. દરમ્યાન એલસીબીના હરદીપ ધાધલ, ફીરોજ ખફી, શિવભદ્રસિંહ જાડેજાને મળેલ હકીકત આધારે શાંતીનગર શેરી નં. 3 માંથી દારૂની હેરાફેરી કરતા રામેશ્ર્વરનગરના નંદનપાર્ક શેરી નં. 2માં રહેતા યોગીરાજસિંહ ઉર્ફે યોગરાજ બળવંતસિંહ જાડેજાને પકડી વિદેશી દારૂની 168 બોટલ, એક મોબાઇલ અને ઇકો ગાડી નં. જીજે-13-એએમ-9830 મળી કુલ 2.72.200નો મુદામાલ જપ્ત કર્યો હતો.

યોગરાજની પુછપરછ કરતા દારૂ ભાગીદારીમાં મંગાવનાર શાંતીનગરમાં રહેતા હોમગાર્ડ પૃથ્વીરાજસિંહ અમરસિંહ જાડેજા અને દારૂ સપ્લાયર ચોટીલાના મોલડી ગામના મહેન્દ્ર કાઠીની સંડોવણી ખુલી હતી જે બંનેને ફરાર જાહેર કરવામાં આવ્યા હતા.

અન્ય દરોડામાં જામનગરના હર્ષદમીલની ચાલી પાસે મહાવીરનગરમાં રહેતા દિનેશ વાલજી પરમારને ઇંગ્લીશ દારૂની એક બોટલ સાથે દરેડ જીઆઇડીસી વે-બ્રીજ રોડ પરથી પકડી લીધો હતો, જયારે દિ.પ્લોટ-58 સ્મશાનની આગળ રહેતા પરેશ દિનેશ મંગેને ઇંગ્લીશ દારૂની બે બોટલ સાથે દરેડ જીઆઇડીસી, પટેલ ચોક રોડ પરથી પકડી લીધો હતો. આ ઉપરાંત જામનગરના દિ.પ્લોટ-64માં રહેતા દિપક રાજુ ધનવાણીના મકાને બાતમીના આધારે સીટી-એ પોલીસે દરોડો પાડી ઇંગ્લીશ દારૂની 10 બોટલ કબ્જે લીધી હતી જયારે આરોપી ફરાર થઇ ગયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application