રાજકોટ શહેરમાં કોરોનાના નવા વધુ ત્રણ સહિત કુલ ચાર કેસ મળી આવ્યા છે. અગાઉ વોર્ડ નં.૧૧માં મોટામવા અને મવડી વચ્ચેના ન્યૂ ઓમ નગર વિસ્તારના એક ફોરેન રિટર્ન યુવકને કોરોના થતા તેને હોમ આઈસોલેશન હેઠળ સારવાર આપવામાં આવી હતી અને હાલ તે યુવક સ્વસ્થ થઈ ગયો હોવાનું જાણવા મળે છે. જ્યારે નવા મળેલા ત્રણ કેસના દર્દીઓ પણ હોમ આઇસોલેશન હેઠળ જ સારવારમાં છે.
ગોવિંદનગરમાં ૭૪ વર્ષીય પુરૂષ કોરોના સંક્રમિત થયા
વિશેષમાં રાજકોટ મહાપાલિકાના આરોગ્ય વિભાગના સુત્રોએ જણાવ્યું હતું કે, શિવ પાર્કમાં ૩૯ વર્ષીય સ્ત્રી, સિલ્વર સાઇન સોસાયટીમાં ૫૨ વર્ષીય પુરૂષ અને ગોવિંદનગરમાં ૭૪ વર્ષીય પુરૂષ કોરોના સંક્રમિત થયા છે. આ ત્રણેય દર્દીઓને તાવ, શરદી, ઉધરસ, થાક લગાવો જેવા લક્ષણો વર્તાય રહ્યા હતા અને દવા લેવા છતાં તબિયત સ્વસ્થ નહીં થતા પ્રાઇવેટ હોસ્પિટલમાં નિદાન માટે જતા ત્યાં આગળ કરાવેલા લેબોરેટરી ટેસ્ટમાં કોવિડ હોવાનું નિદાન થયું હતું. ત્રણમાંથી એક પણ દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી નથી. તપાસ દરમિયાન પરિવારના અન્ય કોઇ સભ્યોમાં લક્ષણો જણાયા નથી.
જાણો નવા વેરીઅન્ટના લક્ષણો
રાજકોટમાં સ્થિતિ હજુ નિયંત્રણ હેઠળ છે. તેમ છતાં તંત્ર દ્વારા તમામ તૈયારી કરી લેવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં ૨૦ બેડનો ખાસ વોર્ડ સ્ટેન્ડ ટુ રાખવામાં આવ્યો છે. મહાપાલિકાનું આરોગ્ય તંત્ર દોડતું થયું છે. તમામ દર્દી હળવા લક્ષણો ધરાવતા હોવાથી હોમ આઇસોલેટ કરાયા છે. કોઈને હોસ્પિટલમાં દાખલ કરાયા નથી. લોકોએ કોરોનાનો ખોટો ભય રાખવાને બદલે કોરોનાથી સાવચેતીના માસ્ક પહેરવા, વારંવાર હાથ ધોવા, શરદી-ખાંસી, તાવના કિસ્સામાં સોશ્યલ ડિસ્ટન્સ રાખવા અનુરોધ કરાયો છે.કોરોનાના ઝડપથી ફેલાઈ રહેલા નવા વેરીઅન્ટ એલપી ૮.૧ના લક્ષણોમાં આ વાયરસના સંક્રમણથી તાવ આવે છે. સાથે માથું દુ:ખવું, શરીરનો દુ:ખાવો, નાક સતત વહેતું રહે તેવી શરદી-ખાંસી અથવા શરદી-ખાંસી વગર તાવ અને માથાનો દુ:ખાવો જેવા લક્ષણો મુખ્ય છે. જો કે, આ વાયરસ વેરીઅન્ટ જીવલેણ તબક્કે પહોંચ્યો હોવાનું ક્યાંય નોંધાયું નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં શ્રમીક યુવાનને દારુનો કેસ કરવાની દાંટી મારીને ૨૦ હજારનો તોડ
June 03, 2025 11:38 AMવિજરખી ગામના ખેડુત પાસેથી ઘઉ ખરીદીને હાથ ઉંચા કર્યા
June 03, 2025 11:30 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech