BREAKING NEWS

ગેંગરેપમાં નકલી પોલીસમેન મિહીર સહિત ત્રણ આરોપીઓ પાંચ દિવસના રિમાન્ડ પર

  • May 21, 2026 02:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)




રાજકોટ શહેરમાં ૧૪ વર્ષની તરૂણીને તેની જ સગીર વયની બહેનપણીએ અલગ અલગ છોકરાઓ સાથે સંપર્ક કરાવ્યા બાદ આ શખસોએ આ સગીરાને ઘરે, હોટેલમાં અને કારમાં લઈ જઈ જઈ સામુહિક દૂષ્કર્મ આચર્યાની ઘટનામાં ભક્તિનગર પોલીસે અગાઉ બે સગીર સહિત પાંચની ધરપકડ કર્યા બાદ વધુ બે આરોપીઓને સુરત અને અમદાવાદથી ઝડપી લીધા છે. અગાઉ પકડાયેલા ત્રણ આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ મંજુર થયા છે. ભોગ બનનાર બાળાને તેની જ એક સગીર બહેનપણીએ મોબાઈલ ફોન આપ્યો હતો. બાદમાં એક શખસે તેણીને સીમ કાર્ડ આપ્યું હતું.ત્યારબાદ તરૂણીને સહેલીએ અલગ અલગ છોકરાઓ સાથે આ પરિચય કરાવ્યો હતો. ફ્રેન્ડશીપના બહાને અલગ અલગ શખ્સોએ આ સગીરાને ઘરે, હોટેલમાં લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો. તેમજ કારમાં પણ તેની સાથે ત્રણ શખ્સોએ વારાફરતી બળજબરી આચરી હતી. આ ગુનામાં નકલી પોલીસ બની લૂંટ કરવામાં સામેલ પોપટપરાનો નામચીન મિહીર કુગશીયા, વોર્ડન ધવલ રાઠોડ સહિતનાસામેલ હોઈ પોલીસે સગીર વયનીબહેનપણી સહિત ૮ વિરૂધ્ધ પોક્સો, ગેંગરેપ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે અગાઉ મિહીર ભાનુભાઈ કુગશીયા (ઉ.વ.૨૨-રહે. પોપટપરા-૫ રામજી મંદિર પાસે), ધવલ રાજેશભાઈ રાઠોડ (ઉ.વ.૨૪-રહે. કોઠારીયા રોડ મેહુલનગર-૮, ચામુંડા આશિષ મકાન), સાહિલ ઉર્ફે ઝેરી હનીફભાઈ ઝરા (ઉ.વ.૨૪-રહે. આઝાદ ચોક બાબા પાનવાળી શેરી, જંગલેશ્વર ૩૩/૩૪)ને તથા બે સગીર મળી પાંચને પકડી લીધા હતાં. સગીર સિવાયના ત્રણને કોર્ટમાં રજૂ કરવામાં આવતાં મિહીર સહિત ત્રણના પાંચ દિવસના રિમાન્ડ મંજુર થયા હતાં. બીજી તરફ આ બનાવમાં વધુ બે આરોપીઓ અબ્દુલરજાક જુમાભાઈ ઠેબા (ઉ.વ.૨૨-રહે. જંગલેશ્વર-૨૯, તવક્કલ ચોક) તથા સાહિલ ઉર્ફે ડેવીલ હમીરભાઈ નારેજા (ઉ.વ.૨૧-રહે. રસુલપરા-૧૭, રોશની મેડીકલવાળી શેરી, કોઠારીયા સોલવન્ટ)ને અમદાવાદ, સુરતથી ઝડપી લેવાયા છે. ડીસીપી હેતલ પટેલ, એસીપી વી. બી. જાડેજાની રાહબરીમાં પીઆઈ જે. ડી. પરમાર, એએસઆઈ નિલેષભાઈ મકવાણા અને ટીમ વધુ ચલાવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application