એડવોકેટ કીરીટ જોશીની હત્યામાં ત્રણ આરોપીને જામનગર લવાયા: રહસ્યો ખૂલશે

  • March 18, 2021 12:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કલકત્તાથી ટ્રાન્ઝીટ વોરંટથી લાવી એલસીબી દ્વારા કરાતી સઘન પૂછતાછ, આરોપીઓ ક્યાં ક્યાં રોકાયા અને કોણે મદદ કરી એ દિશામાં તપાસ

 

જામનગરના જાણીતા એડવોકેટ કિરીટભાઈ જોશીની હત્યામાં જામનગર પોલીસે બાતમીના આધારે રેડ હેન્ડ ઓપરેશન પાર પાડી ને ત્રણ આરોપીઓને કલકત્તાની નદી પાસેથી પકડી પાડયા હતા અને ગઈ મોડી સાંજે ટ્રાન્ઝીટ વોરંટથી જામનગર લાવવામાં આવ્યા હતા. ત્રણેય અપરાધીઓની સઘન પૂછતાછ ચલાવવામાં આવી રહી છે જેમાં વધુ કેટલાંક ખુલાસાઓ થવાની વકી પોલીસ સૂત્રોએ વ્યક્ત કરી છે.

 

 

જામનગરના જાણીતા એડવોકેટ કિરીટભાઈ જોશીની 28 એપ્રિલ 2018 ના રોજ શહેરના ટાઉનહોલ પાસે સરાજાહેર રાત્રિના સુમારે બાઈક પર આવેલા બે શખ્સોએ છરીના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરીને ફરાર થઈ જતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો. સો કરોડ જમીન કેસ મા લાંબી કાનૂની લડતમાં ભૂમાફિયા જયેશ પટેલને પછડાટ મળતાં આ મન દુખમાં ભૂમાફિયાએ ભાડૂતી માણસો મોકલીને હત્યા કરાયાની જે તે વખતે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને પોલીસની જુદી-જુદી ટુકડીઓ દ્વારા તપાસ કરીને અગાઉ આ પ્રકરણમાં છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી જેમાં રાજસ્થાનના આબુમાં કાવતરું ઘડાયું હોવાનું જે તે વખતે બહાર આવ્યું હતું.

 

 

જામનગર પોલીસે ચોક્કસ બાતમીના આધારે કલકત્તા માં રેડ હેન્ડ ઓપરેશન પાર પાડીને પોલીસે વેશપલટો કરીને ફિલ્મી ઢબે એડવોકેટ હત્યા કેસના ત્રણ આરોપી અમદાવાદના હાર્દિક નટવરલાલ ઠક્કર, દિલીપ નટવરલાલ ઠક્કર પુજારા, અને જયંત ગઢવીને દબોચી લીધા હતા. ત્રણે આરોપીના ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડ મેળવીને પાયલોટિંગ સાથે વાહનોમાં જામનગર ગઇકાલે મોડી સાંજે લાવવામાં આવ્યા હતા. જ્યાં ત્રણેયની સઘન પૂછતાછ ચલાવવામાં આવી રહી છે તે દરમિયાન વધુ કેટલાક ચોંકાવનારા ખુલાસાઓ થવાની શક્યતા સૂત્રોએ વ્યક્ત કરી છે.

 

 

જામનગર એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડની સંયુક્ત ટીમે સુપર ડુપર ઓપરેશન પાર પાડીને ત્રણેય આરોપીઓને સકંજામાં લઇને ગઇ મોડી સાંજે અહીં આવ્યા હતા જ્યાં ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ આગળની કાર્યવાહી ચલાવવામાં આવી રહી છે ટ્રાન્જેક્શન રિમાન્ડની મુદત પુર્ણ થયા બાદ જામનગર પોલીસ દ્વારા વધુ રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે તેમ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. એડવોકેટ ની હત્યા માટે ૩ કરોડની સોપારી ભૂમાફિયા દ્વારા આરોપીઓને આપવામાં આવી હતી અને હત્યા કર્યા બાદ ત્રણેય આરોપીઓ રાજકોટ વાયા થઈને રાજ્ય બહાર ફરાર થઈ ગયા હતા, પોલીસ દ્વારા અસંખ્ય સીસી ફૂટેજો મેળવવામાં આવ્યા હતા જેમાં આરોપીઓ અંગે થોડા લોકેશન મળ્યા હતા. લન્ડનમાં જયેશ પટેલની ધરપકડના ટાણે જ કલકત્તામાં એડવોકેટ હત્યાકેસના ત્રણ આરોપીઓ પકડાયા હોવાનું બહાર આવ્યું હતું, હત્યા નિપજાવ્યા બાદ આરોપીઓ ક્યાં ક્યાં રોકાયા અને કોણે આશરો આપ્યો તેમજ મુળ કેટલી રકમ મળી હતી ઉપરાંત અન્ય કોની કોની સંડોવણી છે સહિતના મુદ્દાઓ તપાસમાં પોલીસ દ્વારા આવરી લેવામાં આવ્યા છે.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS