પોરબંદર શહેરમાંથી આવેલા રાણીબાગમાં અનેક પ્રાચીન વૃક્ષો જોવા મળે છે જેમાં ૧૦૦ વર્ષ કરતાં વધુ આયુષ્ય ધરાવતા ખડાના ત્રણ દુર્લભ વૃક્ષો નું આયુર્વેદિક રીતે પણ મહત્વ છે તેથી આવા વૃક્ષને હેરિટેજ વૃક્ષ તરીકે જાહેર કરીને રક્ષણ આપવાની માંગણી થઈ હતી જેને નગરપાલિકાના તંત્રએ સ્વીકારી છે અને ઠરાવ પસાર કરીને આ ત્રણેય વૃક્ષોને હેરીટેજ જાહેર કરી તેની ફરતે ફેન્સીંગ બાંધીને રક્ષણ આપવામાં આવશે તેવી જાહેરાત પાલિકા પ્રમુખે કરી છે.
પોરબંદરમાં દસ હજાર જેટલા વૃક્ષો વાવવાના અભિયાનની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ૧૦૦ વર્ષ કરતા જુના ખડાના વૃક્ષો રાણીબાગમાં આવેલા છે તેને રક્ષણ આપવું જોઈએ અને હેરીટેજ વૃક્ષ તરીકે જાહેર કરવા જોઈએ તેવી માંગણી કરવામાં આવી હતી. જેના પર નગરપાલિકાના પ્રમુખ ડો. ચેતનાબેન તિવારીએ મંજૂરીની મહોર મારીને હેરીટેજ તરીકે જાહેર કર્યા છે.
પોરબંદરની આનબાન અને શાન સમા ત્રણ જેટલા ખડાના વૃક્ષો ને જે રીતે અમદાવાદના જલાલ નગરમાં વન વિભાગ દ્વારા હેરિટેજ વૃક્ષની કેટેગરીમાં સમાવેશ કર્યો છે એ જ રીતે પોરબંદર શહેર મધ્યે આવેલા રાણીબાગમાં નગરપાલિકાના તંત્રએ આ વૃક્ષને વિરાસત વૃક્ષ તરીકે ઉપાધિ આપવામાં આવી છે. જેથી ભવિષ્યમાં કોઈ પણ નવી બોડી કે અધિકારીઓ આવે તેને આ વૃક્ષના મહત્વ નો ખ્યાલ આવે અને તેનું રક્ષણ કરે તે જરૂરી છે.
ખડાના વૃક્ષ વિશે માહિતી આપતા જણાવાયુ છે કે ખૂબ જ ઊંચા અને ઘેઘુર ડાળીઓ ધરાવતા ખડાના વૃક્ષ અલભ્ય છે આસ્થાના પ્રતીક સમાં આ દુર્લભ વૃક્ષને રક્ષણ આપવું જોઈએ બોટનીકલમાં એડેડાનસોનિયા ડિજિટા હિન્દીમાં ગોરશ્રી અને અંગ્રેજીમાં મંકી બેડ ટ્રીથી ઓળખાતા આ વૃક્ષ ૫૦ ફૂટ કે તેથી વધુ ઊંચાઈના છે તેની છાલનો ગર તાવ ચર્મ રોગ જુલાબની વ્યાધિ વગેરેમાં ફાયદાકારક નીવડે છે. ખડાના આ વૃક્ષની વિશેષતા એ છે કે તેમાં ચોમાસામાં જ પાંદડા ઉગે છે.
હાલમાં ચોમાસામાં તેમા પાંદડા ખીલી ઉઠયા છે અને તેમાં આકર્ષક સફેદ રંગના ફૂલો પણ ખીલી ઉઠશે તેની ડાળીઓ મૂળ જેવી દેખાતી હોવાથી બોટલ ટ્રી તરીકે પણ ઓળખાય છે તેમાં ગલકા જેવા ફળ પણ ઉગે છે. ૫૦ ફૂટની ઊંચાઈ અને ૧૮ ફૂટથી વધુનો ઘેરાવો ધરાવતા આ વૃક્ષ વર્ષના મોટાભાગના મહિનામાં પાન વગરના રહે છે લીસી સહેજ ચળકતી છાલ ધરાવતું આ વૃક્ષનું થડ ખૂબ જ જાડું હોય છે અને થોડી ઊંચાઈએ જતાં સાંકડું થઈ જાય છે તેની છાલમાં એડીન સોનીન નામનું કડવું તત્વ હોય છે તેની છાલને ઉકાળીને ઉકાળા પે પીવામાં આવે તો તાવમાં ખૂબ જ ઉપયોગી થાય છે તેના ફળના ગરનો ઉપયોગ થોડી માત્રામાં છાશ સાથે કરવાથી ઝાડાની વ્યાધિમાં કામ આવે છે ઉપરાંત ફળનો ગર ચર્મ રોગ ઉપર પણ ઉપયોગમાં લેવામાં આવે છે. આફ્રિકન વનસ્પતિની પ્રજાતિ તરીકે ઓળખાતા આ વૃક્ષને પ્રાચીન કાળમાં કલ્પવૃક્ષ તરીકે ઓળખવામાં આવતું હતું તેની ઉંમર સહીકાઓમાં હોય છે ભારતમાં આવા વૃક્ષોની સંખ્યા ખૂબ જ ઓછી છે ખડાના વૃક્ષ ઓછામાં ઓછા ૧૦૦૦ વર્ષ સુધી જીવી શકે છે ગંભીર આગ લાગી હોય તો પણ આ વૃક્ષો સંપૂર્ણપણે બળતા નથી તેથી તંત્ર દ્વારા આવા વૃક્ષોને સુરક્ષિત કરવા જોઈએ આયુર્વેદિક ઔષધી ઉપયોગી ધરાવતા આ વૃક્ષ ખૂબ જ ઉપયોગી હોવાનું જણાવીને તેને હેરિટેજ વૃક્ષ તરીકે સમાવવા માંગણી કરવામાં આવી હતી અને નગરપાલિકાના તંત્રએ તેના પર મંજૂરીની મહોર મારી છે તેથી ટૂંક સમયમાંજ આ ત્રણેય વૃક્ષો ફરતે ફેન્સીંગ બાંધીને સાઇનબોર્ડ મુકવામાં આવશે જેથી રાણીબાગ ખાતે આવતા સહેલાણીઓ તથા બહારથી આવતા પ્રવાસીઓને પણ તે વૃક્ષનું ઐતિહાસિક અને આયુર્વેદિક મહત્વ સમજાય તે માટે સંપૂર્ણ જાણકારી પણ મૂકવામાં આવશે તેમ નગરપાલિકાના પ્રમુખ ડો. ચેતનાબેન તિવારીએ જણાવ્યુ હતુ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાંચ કરોડની જમીન પચાવી પાડવાના મામલે જયેશ પટેલના ભાઇની ધરપકડ
January 24, 2025 01:04 PMજામજોધપુરમાં બે જુથ વચ્ચે બબાલ: સામ સામી ફરીયાદ
January 24, 2025 01:00 PMજામનગરમાં 40 કિ.મી.ની ઝડપે પવન ફુંકાયો: તાપમાન 15.5 ડીગ્રી
January 24, 2025 12:58 PMધ્રોલ નગરપાલિકાના અણઘડ વહીવટ અને થતાં અન્યાય બાબતે આપ જિલ્લા પ્રમુખ દ્વારા આવેદન
January 24, 2025 12:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech