કુવાડવા રોડ પર બેટી રામપરા ગામે ખનીજ ચોરી થતી હોવાનું કવરેજ કરવા ગયેલા યુવકને ફોન ઉપર અને રૂબરૂમાં તમે જીવી નહિ શકો ખોટી જગ્યાએ ભરાઈ ગયા છો તેવી ધમકી ધમકી આપતા યુવકે સાગર ડવ, ચેતન અને અજાણ્યા સામે ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો છે.
રૈયાધારમાં ડ્રિમ સિટીમાં રહેતા અને રૈયા ચોકડી નજીક વેસ્ટ ગેઇટમાં ઓફિસ ધરાવતા અમિત બિપીનભાઈ ઠક્કર ગત તા.21ના બપોરે સાથે કામ કરતા જીગર અને નીરવ સાથે બેટી રામપરા કારખાને જતા હતા ત્યારે રસ્તામાં ગેરકાયદેસર ખનીજ ચોરી થતી હોવાનું જાણવા મળતા સાથે રહેલા માણસો જીગર અને નીરવને કવરેજ કરવા માટે મોકલ્યા હતા. દરમિયાન ત્યાં હાજર ધવલ મેતાજીએ ફોન કરી તેના માલીકને વાત કરવાનું કહેતા ફોનમાં રહેલા વ્યક્તિએ અહીંથી ચાલતી પકડો કહી ધમકાવ્યા હતા. બાદમાં બંને માણસો ઓફિસે આવી ગયા હતા. તા.21ના અમિત ઠક્કર પોતાની ઓફિસે હતો ત્યારે જુદા જુદા નંબરથી માંથી સાગર ડવ નામના વ્યક્તિના ફોન આવ્યા હતા અને તમે ખોટી જગ્યાએ ભરાઈ ગયા છોવ કહી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ સાંજના સમયે સાગર ડવનો માણસ ચેતન અને અજાણ્યો રૂબરૂ આવી ધમકાવવાનો પ્રયાસ કર્યો હતો. ફરિયાદી અમિત ભારત હેડ લાઇન્સ નામનું અખબાર ચલાવતો હોવાનું પોલીસમાં જણાવ્યું છે. પોલીસે યુવકની ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆરંભડા અને વરવાળા સીમમાં વિદેશી દારુ-બિયરના જથ્થા સાથે શખ્સો પકડાયા
June 07, 2025 12:10 PMલગ્ને લગ્ને કુવારી 47 વર્ષની દીપશિખાને પ્રેમની તલાશ
June 07, 2025 12:10 PMભાગ્યશ્રીના પતિએ લગ્નના 35 વર્ષ પછી ઘૂંટણિયે બેસીને પ્રપોઝ કર્યું
June 07, 2025 12:09 PMકપિલ શર્માની નવી સીઝનમાં અર્ચનાનું સ્થાન સિદ્ધુ લે તેવી ચર્ચા
June 07, 2025 12:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech