જામનગરમાં કૂતરાઓને માર મારવાની ના પાડનાર વકીલને ધમકી

  • May 08, 2021 11:05 AM 

ગાંધીનગરના ત્રણ શખ્સ સામે કરાતી રાવ

જામનગરના ગાંધીનગર શાસ્ત્રી નગર વિસ્તારમાં જાહેરમાં પાઈપ, ધોકા વડે કૂતરાઓને મારી રહેલા શખ્સોને નહીં મારવાનું કહેતા ઉશ્કેરાયેલા શખ્સોએ વકીલને મારી નાખવાની ધમકી દીધાનો મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. આ અંગે ત્રણ સામે ફરિયાદ દાખલ થતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરી છે.

જામનગરના શાસ્ત્રીનગર, બ્લોક નંબર 23 રૂમ નંબર 249 ખાતે રહેતા વકીલ વિરેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ ગોહીલ ઉંમર વર્ષ 42 એ ગઈ કાલે સીટી બી ડિવિઝન માં રઘુભા વાળા, અજય સિંહ રઘુભા વાળા, ધમો રઘુભા વાળા રે. બધા શાસ્ત્રીનગર બ્લોક નંબર 23 રૂમ નંબર 266 ગાંધીનગરની વિરુદ્ધ જુદી જુદી કલમ મુજબ ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદની વિગત અનુસાર ગત તારીખ 25/ 1/ 21ના રોજ ગાંધીનગર શાસ્ત્રીનગર બ્લોક નંબર 23 ની સામેના રોડ પર આરોપીઓ જાહેરમાં પાઈપ, ધોકા વડે રોડ પર જાહેરમાં કૂતરાઓને માર મારતા હોય આથી ફરિયાદીએ આરોપીઓને કૂતરાઓને માર ન મારવાનું કહેતા આરોપીઓએ ઉશ્કેરાઈ જઈને ફરિયાદીને અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી જાહેરનામાનો ભંગ કર્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS