ઉગમણા બારા ગામના યુવાનને મારી નાખવાની ઘમકી: ચાર શખ્સો સામે ફરિયાદ

  • May 20, 2021 10:50 AM 

દ્વારકામાં શંકાસ્પદ શખ્સ ઝડપાયો

ખંભાળીયા તાલુકાના ઉગમણા બારા ગામના યુવાનને જાનથી મારી નાખવાની ઘમકી અાપવા અંગે ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે, જ્યારે દ્વારકા તીનબત્તી વિસ્તારમાંથી એક શંકાસ્પદ શખ્સ ઝડપાઇ ગયો છે.

ખંભાળિયા તાલુકાના ઉગમણા બારા ગામે રહેતા ગીરુભા સદુભા વાઢેર નામના 30 વર્ષિય યુવાનને કોઈ કારણોસર બોલાચાલી કરી, ભીખુભા ઉમેદસંગ જાડેજા તથા દાજીભા ઉમેદસંગ જાડેજા નામના બે શખ્સોએ અન્ય બે અજાણ્યા શખસોને સાથે રાખી, બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ઘમકી આપતાં આ બનાવ અંગે સલાયા મરીન પોલીસે આઈ.પી.સી. કલમ 504, 506(2), 114 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે દ્વારકાના તીનબત્તી વિસ્તારમાંથી મોડી રાત્રીના સમયે દુકાનોના તાળા તપાસતા આરંભડાના રહીશ વિજય દિલુભાઈ બરહારીયા નામના 34 વર્ષના યુવાનને પોલીસે ઝડપી લઇ, તેની સામે જી.પી. એક્ટની કલમ 122 મુજબ કાર્યવાહી કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS