અમદાવાદ શહેરમાં ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ છે. આજે અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઇ-મેઇલ મળતા પોલીસ, બોમ્બ સ્કવોડ, ડોગ સ્કવોડ સહિતની વિવિધ એજન્સીઓ તાત્કાલિક એરપોર્ટ પર પહોંચી હતી અને સઘન તપાસ હાથ ધરી હતી. નોંધનીય છે કે આ પહેલા 5 જાન્યુઆરી, 2026ના રોજ પણ અમદાવાદ ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, ત્યારે પણ લાંબી તપાસ બાદ કંઈ શંકાસ્પદ મળ્યું ન હતું.
આજે સવારે અમદાવાદ એરપોર્ટને અજાણ્યા શખસે બોમ્બથી ઉડાવવાની ધમકી આપી હતી. આ શખસે ઈ-મેલ દ્વારા ધમકી આપીને જણાવ્યું હતું કે એરપોર્ટના લગેજ સેક્શનમાં બોમ્બ છે જે બ્લાસ્ટ થશે. ઈ-મેલ મળતા સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી, પરંતુ કંઈ ન મળતા ખોટો મેસેજ જાહેર કરવામાં આવ્યો હતો. આ અંગે એરપોર્ટ સિક્યુરિટી દ્વારા એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ગઈકાલે અમદાવાદ એરપોર્ટના ઈ-મેલ આઇડી પરથી અંબર દૂરહમ નામના ઈ-મેલથી એક મેલ આવ્યો હતો. સબ્જેક્ટમાં બોમ્બ બ્લાસ્ટ લગેજ સેક્શન લખ્યું હતું જે બાદ મેસેજમાં લખ્યું હતું કે આ મેસેજ નોન સ્પેશિફિક બોમ્બ થ્રેટ જાહેર કરાયો થ્રેટ મેલ મળતા જ સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ હતી. સુરક્ષા એજન્સીઓએ એરપોટમાં સઘન તપાસ કરી હતી. બોમ્બ થ્રેટ કમિટી પણ મળી હતી જેમણે તપાસ કરતા આ મેસેજ નોન સ્પેશિફિક બોમ્બ થ્રેટ જાહેર કરવામાં આવ્યો હતો.
એરપોર્ટ સિક્યુરિટીએ ફરિયાદ નોંધાવી ખોટો મેસેજ હોવાથી એરપોર્ટ સિક્યુરિટીએ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખસ સામે ફરિયાદ નોંધાવી છે. મહત્વનું છે કે ગત અઠવાડિયે જ અમદાવાદની 15થી વધુ સ્કૂલોની બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી.