કાં તો ઘા કરીશું કાં ખાઈશું, બાકી હવે ડગલું તો પાછું ન જ મંડાય, રાજકોટના ટુર એન્ડ ટ્રાવેલ્સના ધંધાર્થીને ધમકી

  • April 02, 2025 02:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગાંધીગ્રામ વિસ્તારમાં અક્ષરનગર મેઇન રોડ પર રહેતા ટુર એન્ડ ટ્રાવેલ્સના ધંધાર્થીને જીવંતીકાનગરમાં રહેતા પરિવાર સાથે અગાઉ ઝઘડો થયો હતો. બાદમાં આ શખસો જામીન પર છુટતા સોશિયલ મીડિયામાં યુવાનને ગર્ભિત ધમકીઓ આપતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.


ગાંધીગ્રામમાં અક્ષરનગર મેઇન રોડ પર રહેતા ઓનલાઈન ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના વ્યવસાય સાથે સંકળાયેલા પ્રકાશભાઈ ઉર્ફે પીન્ટુભાઇ રમેશભાઈ લખવાણી (ઉ.વ 35) દ્વારા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે મનીષ બાબુભાઈ ધામેચા, અમિત બાબુભાઈ ધામેચા, ચિરાગ બાબુભાઈ ધામેચા, મીત મનીષભાઈ ધામેચા, નિશા બાબુભાઈ ધામેચા (રહે. બધા જીવંતિકાનગર, ગાંધીગ્રામ) ના નામ આપ્યા છે.


પ્રકાશભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈ તા. 1/11 ના આરોપીઓએ હુમલો કર્યો હતો. જે અંગે તેમણે ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી કરી આરોપીઓને જેલહવાલે કર્યા હતા. ત્યારબાદ આરોપીઓ જામીન પર છૂટ્યા હતા. ગઈ તા.16/ 2/ 2025 ના યુવાનને તેના મિત્ર મોહિતનો ફોન આવ્યો હતો અને આ લોકો સાથે સમાધાન કરવાની વાત કરી હતી. જેથી યુવાને સમાધાન કરવાની ના કહી હતી. બાદમાં આરોપીઓ જામીન પર છૂટ્યા હોય અને યુવાનને જાણવા મળેલ કે, આ લોકો હજુ તેને મારવા માટે શોધી રહ્યા છે. 


ઇન્સ્ટાગ્રામમાં અલગ અલગ સ્ટોરી મૂકે છે જેથી યુવાને તપાસ કરતા ઇન્સ્ટાગ્રામમાં મનીષ ધામેચાએ છરીનો ફોટો તથા 307 પ્લસ 302 હજી લાગે હો પંડિત મોસ્ટ વેલકમ બેટા, નિશા ધામેચાએ કાલે બજારમાં એકલો મળીશ ત્યારે ક્યાં જઈશ તું બસ કેસ કરી શકે બદલા તો તેરા બાપ ભી ન લે શકે બસ એક મોકે કા ઇન્તજાર હે, લાલા બદલા એસે લેંગે પુરા ખાનદાન કાંપેગા, અમિત ધામેચાએ તેની આઇડીમાં હમારે સાથ બેઠને વાલે કુત્તે આજ ખુદ કો શેર સમજ રહે હૈ જાકે બતાવો ઉસે જંગલ કા શેર અભી જિંદા હૈ,મર્દના સમાધાન સ્મશાનમાં જ થાય હવે એક વાત કાં તો ઘા કરીશું કા તો ખાઈશું બાકી હવે ડગલું તો પાછું ન જ મંડાય. મીત ધામેચાએ આઈડીમાં ઉપર એક બાર ફિર સે મિલાકાત હોગી તુમસે હમારી પીછલી બાર કા હિસાબ બાકી રહે ગયા મુજબની સ્ટોરીઓ મૂકી ગર્ભિત ધમકી આપતા હોય યુવાને આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application