અમન સોસાયટીમાં યુવાન પર ધોકા-તલવારથી હુમલો

  • April 02, 2021 10:08 PM 

અગાઉની બોલાચાલીનો ખાર કારણભૂત: ત્રણ શખ્સ તૂટી પડ્યા

જામનગરના કાલાવડ નાકા બહાર અમન સોસાયટીમાં અગાઉની બોલાચાલીનો ખાર રાખી ત્રણ શખ્સોએ યુવાન પર ધોકા, તલ્વારથી હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી.
જામનગરના કાલાવડ નાકા બહાર અમન સોસાયટીમાં રહેતા સલમાન યાકુબભાઇ ચૌહાણ (ઉ.વ. ર3) તથા આરોપી જાવેદ બન્ને એક લતામાં રહેતા હોય અને એકબીજા સામે જોવા બાબતે માથાકુટ તથા બોલાચાલી થતી હોય, દરમ્યાનમાં ગઇકાલે બન્ને વચ્ચે આ બાબતે ઉગ્ર બોલાચાલી અને ગાળાગાળી થઇ હતી.

આ બાબતનો ખાર રાખી સલમાન પાન ખાવા માટે ગયો ત્યારે ત્રણેય શખ્સોએ એક સંપ કરી ધોકા વડે હુમલો કરીને હેમરેજ જેવી ઇજા પહોંચાડી હતી, તેમજ તલ્વાર અને ધોકાઓ વડે મુંઢ ઇજાઓ કરી ઢીકાપાટુનો માર મારી આરોપીઓએ એકબીજાને મદદગારી કરી હતી.

સીટી એ માં સલમાનભાઇ ચૌહાણ દ્વારા અમન સોસાયટીમાં રહેતા જાવેદ ઇસ્માઇલ ખફી, અયાઝ ઉંમર ખફી અને એક અજાણ્યા શખ્સની વિઘ્ધ જુદી જુદી કલમ મુજબ ફરિયાદ નોંધાવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS