BREAKING NEWS

જેતપુર નગરપ્રાથમિક શિક્ષક સંઘના પ્રશ્નો ન ઉકેલાતા વસ્તી ગણતરી નહીં કરવાની ચીમકી

  • June 02, 2026 12:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જેતપુરમાં પ્રાથમિક શિક્ષકોએ વહીવટી તત્રં સામે મોરચો માંડો છે! વસ્તી ગણતરીની કામગીરીમાં માત્ર શિક્ષકોને જ ટાર્ગેટ કરાતા અને અન્ય વિભાગોના કર્મચારીઓને મુકિત અપાતા શિક્ષકોમાં ભારે ભેદભાવની લાગણી જન્મી છે. નગર પ્રાથમિક શિક્ષક સઘં દ્રારા મામલતદાર અને ચીફ ઓફીસરને આવેદનપત્ર આપી યાં સુધી તેઓની માંગનું નિરાકરણ નહિ આવે ત્યાં સુધી વસ્તી ગણતરીની કોઈ કામગીરી નહિ કરે તેવી ચીમકી ઉચારી હતી.
વસ્તી ગણતરીની રાષ્ટ્ર્રીય કામગીરીનો પ્રારભં થયો ત્યારે જ જેતપુરના નગર પ્રાથમિક શિક્ષક સંઘે સ્થાનિક તત્રં દ્રારા શિક્ષકો સાથે ભેદભાવ ભરી નીતિ રાખતા હોવાનો આક્ષેપ કર્યેા છે.  શિક્ષકોનો આરોપ છે કે, બી.એલ.ઓ. તરીકે ત્રણ–ત્રણ મહિના સુધી સંઘર્ષપૂર્ણ કામગીરી કર્યા બાદ, હવે વસ્તી ગણતરીનું આખું ભારણ પણ માત્ર શિક્ષકોના માથે જ થોપી દેવાયું છે. જેમાં પીજીવીસીએલ, જેટકો, જીપીસીબી, મામલતદાર કચેરી, નગરપાલિકા અને તાલુકા પંચાયત જેવા મસમોટા વિભાગો હોવા છતાં, ત્યાંના કર્મચારીઓને વસ્તી ગણતરીમાંથી મુકિત આપી દેવાઈ છે અથવા આંશિક કામ સોંપાયું છે. યારે બીજી તરફ, જેતપુર શહેરના સરકારી પ્રાથમિક શાળાના ૯૭ શિક્ષકોમાંથી ૯૦ શિક્ષકોને આ કામમાં જોતરી દેવાયા છે! ઘણી શાળાઓમાં તો ૧૦૦ ટકા સ્ટાફ વસ્તી ગણતરીમાં મૂકી દેવાયો છે! આ અંગે શિક્ષકો આજે એકઠા થઇ સીટી મામલતદાર અને નગરપાલિકાના ચીફ ઓફિસરને એક આવેદનપત્ર પાઠવી પોતાની મુખ્ય પાંચ માંગ અંગે રજુઆત કરી કે, પીજીવીસીએલ, નગરપાલિકા, સિંચાઈ વિભાગ સહિતની તમામ સરકારી કચેરીઓના કર્મચારીઓને પણ વસ્તી ગણતરીમાં સરખે ભાગે કામ સોંપો. રાજકોટ મહાનગર, ધોરાજી, ઉપલેટા અને ગોંડલની જેમ જેતપુરના બીએસઓને પણ મુકિત આપો, અમુક લાગતા–વળગતા બીએલઓને મળેલી ખાસ મુકિત રદ કરો અથવા જેતપુર ગ્રામ્યની જેમ મરજીયાત મુકિત આપો, શાળા દીઠ માત્ર ૫૦ ટકા સ્ટાફને જ આ કામગીરીમાં રાખવામાં આવે. અને વસ્તી ગણતરીના બ્લોક શિક્ષકોની માંગણી મુજબ ફાળવવામાં આવે તેવી માંગ કરી હતીશિક્ષકોના પ્રશ્નોનું નિરાકરણના પ્રયત્નો કરાશે
નગરપાલિકાના ચીફ ઓફિસર પાર્થિવ પરમારે જણાવેલ કે, શિક્ષક સઘં સાથે પરામર્શ બાદ જ શિક્ષકોને વસ્તી ગણતરીની કામગીરી સોંપી છે અને તેઓની સૂચના મુજબ અમુક શિક્ષકોને મુકિત આપી છે. અને જેતપુરમાં વસ્તી ગણતરી માટે ૧૭૮ બ્લોક છે જેમાં શહેરની પીજીવીસીએલ, બેન્ક ઓફ બરોડા, જીપીસીબી, આઇસીડીએસ, ભાદર સિંચાઈ વિભાગ, તાલુકા પંચાયત કચેરી, કોલેજ, હાઈસ્કૂલ સહિતની કચેરીઓમાંથી ૧૭૮ ગણત્રીદાર, ૩૦ સુપર વાઇઝર, ૩ રિઝર્વ સુપર વાઇઝર અને ૧૮ ગણતરી રિઝર્વ થઈ કુલ ૨૩૦ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે અને વસ્તી ગણતરી તે રાષ્ટ્ર્રીય કામગીરી છે તે કરવી જ પડે છે શિક્ષકોના આવેદનપત્ર બાબતે પોઝિટિવ નિરાકરણ આવે તેવા પ્રયત્નો કરવામાં આવશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application